________________
૧૩૮
કુમારપાળ ચરિત્ર પરંતુ અતિ ઉગ્ર ઔષધના શેષને લીધે મૂર્શિત થઈ તે સ્ત્રી પૃથ્વી પર પડી.
રાએ શીતાદિક ઘણા ઉપચાર કરાવ્યા, પણ તે મૃતકની જેમ કેઈ પ્રકારે સચેતન થઈ નહીં.
રાજા બહુ ચિંતાતુર થઈ ગયો. હવે આ સ્ત્રીને કેવી રીતે સ્વસ્થ કરવી?
એમ તે વિચાર કરતું હતું, તેવામાં કોઈક વદેશિક વૈદ્ય ત્યાં આવ્યું. રોગની પરીક્ષા કરી તેણે કહ્યું.
બકરીના દુધથી પુષ્ટ થયેલા પુરુષની જીભ કાપી તેનું માંસ જે એને આપવામાં આવે તે જરૂર એને રોગ મટી જાય.
જે એમ કરવાથી આ સ્ત્રી નરેગી થાય, તે મારે કંઈ બાકી રહ્યું નહીં. એમ કહી રાજા બહુ ખુશી થશે અને તે જ વખતે છરી લઈ પિતાની જીભ ઇદવા માટે તૈયાર થશે.
પ્રાયે સાધુ પુરુષ પરોપકાર માટે પિતે પણ દુઃખી થાય છે.” શું લેકે પકાર માટે કપાસ દુઃખ સહન નથી કરતે ? એકદમ સાહસ કરી અજાપુત્ર જીભ કાપવા તૈયાર થાય છે.
તેટલામાં આકાશવાણી થઈ. હે રાજન! તું સાહસ ન કર. ત્યાર પછી તરત જ તેની આગળ દેવી પ્રગટ થઈ અને તે રેગી સ્ત્રી અને વૈદ્ય, બંને મેઘની જેમ અદશ્ય થઈ ગયાં.
તે જોઈ રાજા સંભ્રાંત થઈ ગયો અને વિચાર કરવા લાગ્યો. તે ગાર્ન સ્ત્રી અને તે વૈદ્ય કયાં ગયાં? આ દિવ્યવાણી અને આ દેવી કયાંથી? આ એક આશ્ચર્ય છે.
એમ તે ચિંતવતે હતું, ત્યારે દેવી બેલી. રાજન ! આ ચંદ્રાનના નગરીની અધિષ્ઠાયિકા હું દેવી છું,
જન્મથી જ તું મને બહુ પ્રિય છે, તેથી અનેક વિપત્તિઓથી મેં તારૂ રક્ષણ કર્યું, તેમજ હાલમાં આ ઉત્તમ સમૃદ્ધિવાળું રાજ્ય આપી તારા સત્વની મે પરીક્ષા કરી.