________________
૧૩૬
માતા પુત્રનું મિલન
ત્યારબાદ રાગથી ઘેરાયેલી કાઇક સ્ત્રી ત્યાં આવી રાજાને
કુમારપાળ ચરિત્ર
વિનયપૂર્વક કહેવા લાગી.
નરનાયક ! જો તમે મારા રાગ દૂર કરી, તે હું તેમને તમારી માતા બતાવું,
તે સાંભળી રાજા ખુશી થયા અને ખેલ્યા.
હે ભદ્રે ! મારી માતાને જાય પછી તારા રોગને દૂર કર્યાં વિના હું પાણી પણ પીશ નહીં.
પછી તે સ્રી તેજ વખતે દેવીની માફક કાઈ પણ ઠેકાણે જઈ તેની માતા ગગાને લઈ આવી અને આ તારી માતા, એમ કહી રાજાને સાંપી.
પેાતાના પુત્રને જોવાથી જ ગંગાના અને સ્તનમાંથી હૃદથમાંથી બહાર નીકળતા મૂર્તિમાન પ્રેમ હાયને શુ? તેમ દુધની ધારા નીકળવા લાગી, તેમજ રાજા પણ પેાતાની જનનીને આળખતા નહેાતે; છતાં પણ તેના દર્શનમાત્રથી ઉચ્છળતા હર્ષોંના મિષથી રામાંચવડે અભ્યુત્થાન આપતા હોય ને શુ ? તેમ વિનીત બની ગયા.
તેણીના સ્તનમાંથી દુગ્ધસ્રાવ જોઈ રાજાને પ્રતીતિ થઈ કે, આ મારી માતા છે, એમ જાણી તત્કાલ તે ઉભેા થયા અને વિધિ પ્રમાણે પેાતાની ગેાત્રદેવીની જેમ માતાને પ્રણામ કર્યાં.
પછી તેણે પૂછ્યું.
હે જનનિ ! મારા પિતા કર્યાં છે?
ગંગાએ કહ્યું. તારા પિતાના સ્વ`વાસ થયા છે.
ફરીથી તેણે પૂછ્યું. હું માતા ! આપણા બંનેના વિયેાગ શા કારણથી થયા ?
તે સાંભળી ગંગાનાં નેત્ર આંસુથી ભરાઇ ગયાં અને તે મેલી. વત્સ ! તારા પિતા બહુ વિદ્વાન્ હતા. તેમનું નામ ધર્મો
પાધ્યાય હતું. મારૂ' નામ ગંગા અને હું તારી માતા છું,