________________
૧૩૪
કુમારપાળ ચરિત્ર તેવામાં વસંતરૂતુને પ્રાદુર્ભાવ થયે. શિશિરઋતુના પ્રભાવથી મંદ પડેલા યૌવન અને કામદેવના શૃંગારને ઉત્તેજીત કરવા જેમ વનસ્થલીમાં તે પ્રસરવા લાગ્યા.
જગતને લક્ષ્ય કરવાથી કામદેવનાં પ્રાચીન પુષ્પરૂપી અ નષ્ટ થયાં છે, એમ માનીને વસંતે નવીન પુના સમૂહ પ્રગટ કર્યા.
મલયાચલમાં રહેલા સર્પોના વિષથી વ્યાપ્ત હોયને શું? એ મલયગિરિનો પવન વાવા લાગ્યા. કારણ કે એના સ્પર્શથી વિરહાતુર લેક મૂચ્છિત થઈ ગયા.
વળી આ વસંતઋતુમાં ઉત્તમ પ્રકારની જાતિ-જાઈ વૃક્ષ=જ્ઞાતિ હેતી નથી અને મદ્યપાન કરનાર અથવા ભ્રમરાએ માન્ય હોય છે, એટલા માટે વસંતઋતુ સંતપુરુષને અપ્રિય હોય છે.
ઉદ્યાનપાલ કામદેવનાં શસ્ત્રસમાન વસંતનાં પુષ્પોની માળાએ લઈ રાજદ્વારમાં આવ્યા અને રાજાની આગળ તેણે ભેટ મૂકી.
રાજા સુગંધિત પુષ્પ જોઈ ઉદ્યાનપાલક પર પ્રસન્ન થયા અને પારિતોષિકમાં સુવર્ણ આપ્યું.
વસંતકીડાની ઈચ્છા થવાથી અજાપુત્ર પિતાની સ્ત્રીઓ સાથે બલભદ્રસહિત જેમ કૃણ તેમ વનસ્થલીમાં ગયો.
પુષ્પગ્રહણ, નૃત્ય અને હીંડેલાદિક ક્રિયાઓ વડે નંદન વનમાં ઇંદ્રની માફક ભૂપતિ કીડા કરવા લાગે.
ત્યાર પછી વનની અનુત્તમ શેભા જેવા માટે તે અજાપુત્ર ફરતે હતે, તેવામાં એક લેક વારંવાર તેના સાંભળવામાં આવ્યો.
જ્યાં તું રહ્યો છે, ત્યાં જ પિતાની માતા રહેલી છે. છતાં તે હંસ-આત્મન્ ? તેને જોયા વિના તું જે ભજન કરે છે, તે તારા હંસપણાને ધિક્કાર છે.
તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો.
આ કલેકવડે કઈ પણ માણસ આ નગરમાં રહેતી મારી માતાને સૂચવે છે. મને ધિકકાર છે, મદિરાથી જેમ હંમેશા લહમીવડે મત થઈ હું ફરું છું અને પિતાની માતાને પણ હું સંભાતે નથી.