________________
દેવીને આશીર્વાદ
૧૩૭. તારો જન્મ થયો, ત્યારે તારા પિતાએ તારૂં જન્મ લગ્ન જોયું. તેથી તેમના જાણવામાં આવ્યું કે, આ પુત્ર ભવિષ્યમાં રાજા થવાને છે. | માટે રાજ્ય સંબધી પાપને લીધે મારે પુત્ર નરકગામી થશે. એમ જાણે તેમણે બલાત્કારે મારી પાસે નગરની બહાર તને મૂકાવી દીધો.
ત્યાર પછી તું કેઈને ત્યાં મોટો થયે તે હું જાણતી નથી. ફરીથી પિતાના પુણ્યની માફક આજે મેં તને જે, દેવીને આશીર્વાદ.
એ પ્રમાણે પિતાની માતાનું વચન સાંભળી રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગે.
અહે ! કર્મની ગતિ વિચિત્ર છે. કયાં પિતા ? કયાં માતા ? અને કયાં પુત્ર ?
પછી તેણે પોતાની માતાને બહુ સત્કાર કર્યો અને તેને અંતઃપુરમાં એકલી દીધી.
ત્યાર બાદ રાજાએ વૈદ્યને બોલાવ્યા. રેગથી ઘેરાયેલી સ્ત્રીને બતાવી.
રાજાએ કહ્યું. આ સ્ત્રીને ઓષધે વડે તમે જલદી સાજ કરો. વૈદ્ય લોકેએ રેગની તપાસ કરી રાજાને જણાવ્યું.
આ સ્ત્રીનાં આંતરડાં સડી ગયાં છે, માટે અમારાથી કંઈ પણ ' ઉપાય થઈ શકશે નહીં.
એમ કહી તેઓએ તેજ વખતે તેમની આગળ તે સ્ત્રીને વમના કરાવ્યું તેમાં દુર્ગધમય માંસના ટુકડાઓ અંદરથી નીકળ્યા.
જેથી તે સ્ત્રી એકદમ અચેતન થઈ ગઈ.
ફરીથી રાજાએ તેને કહ્યું. જો કે આ રોગ અસાધ્ય છે, તેપણ કૃપા કરી ગ્ય ઔષધેથી એને ઉપચાર કરે.
એ પ્રમાણે રાજાના બહુ આગ્રહથી તેના સ્વાધીન વિદ્વાન વૈદ્યોએ ઔષધ પ્રયોગ કર્યા.