________________
૧૪૦
કુમારપાળ ચરિત્ર
પછી પિતાનું રાજ્ય નીતિમાન પિતાના પુત્રને આપી અજાપુત્રે ગુરુ પાસે સંયમશ્રીને સ્વીકાર કર્યો.
કષાય રૂપી યામિકથી વીંટાયેલા સંસારરૂપ કારાગૃહમાંથી નીકળવાની ઈચ્છાવાળા હોય, તેમ તે મુનિ જલદી શુદ્ધ ક્રિયા કરવા લાગ્યા.
સંસાર રૂપી મશાનમાં મેહ પિશાચ મને છેતરશે, એમ જાણી હમેશાં આગમમંત્રનું આરાધન કરવા લાગ્યા.
નહીં આપવાથી જલદી ક્ષીણ થાય છે અને આપવાથી વૃદ્ધિ પામે છે, એમ જાણું તે મુનિ ચિંતામણિ રત્નથી અધિક એવું જ્ઞાનદાન મુનિઓને આપવા લાગ્યા.
અન્ય સ્ત્રી પણ શીલ રહિત પુરુષને ઈચ્છતી નથી, તે મેક્ષરૂપી સ્ત્રી તે કયાંથી ઈ છે?
એ હેતુથી તે મુનિ ઉત્સાહથી બ્રહ્મચર્ય પાળવા લાગ્યા.
સંસાર સાગરનું પાન કરવામાં અગસ્તિ સમાન કેવલ તપશ્ચર્યા છે, એમ જાણું અતિ દુસ્તપ તપ કરવા લાગ્યા.
ભાવના રૂપ હૃતિ વિના મુક્તિ સાનુકૂલ થતી નથી, એમ જાણી શાંત એવા પિતાના અંતઃકરણમાં ભાવના ભાવવા લાગ્યા.
એ પ્રમાણે દાન, શીલ, તપ અને ભાવનારૂપ ચાર પ્રકારના ધર્મને સંયમી છતાં પણ તે મુનિ યુદ્ધમાં જેમ ગૃહસ્થ તેમ ચારે પ્રકારના સંસારને પિષવા માટે આરાધવા લાગ્યા.
એ પ્રમાણે અપૂર્વ ચારિત્ર પાલન કરી સમ્યક્ત્વશ્રીને ધારણ કરતા તે રાજવી પ્રાંતસમયે વિધિપૂર્વક અનશનવ્રત ગ્રહણ કરી કાળધર્મ પામી વર્ગમાં ગયા. અને પ્રાચીન પરિણમેલા શુભ પુણ્યના યોગથી મહાન શ્રેષ્ઠ સંપત્તિઓના પાત્ર રૂ૫ ઇંદ્રને વૈભવ પામ્યા.
ઈદ્રની અદ્ધિ ભગવ્યા પછી ત્યાંથી ચવીને તે અજાપુત્ર મનુષ્યભવ પામી દત્તનામે મોટા વૈભવશાળી થયા અને શ્રી ચંદ્રપ્રભાજિનેની પાસે ગણધર થઈને અનુત્તમ કેવલી થયા અને મોક્ષ સુખ
પામ્યા.