________________
ચમત્કારીક
૧૩૩
અશ્વની માફક પાદના આઘાત વડે પૃથ્વીને ઉખેડતા,
પરસ્પર ખડગ વડે પ્રહાર કરતા અને તેને બચાવ કરતા તે બંને સુભટો મમત હસ્તીઓ જેમ યુદ્ધ કરવા લાગ્યા.
એકબીજાના દાવપેચથી જામેલો તે સંગ્રામેત્સવ વાદિપ્રતિવાદિના વિવાદની માફક સર્વને પ્રિય થઈ પડે.
એ પ્રમાણે બંનેનું ભારે યુદ્ધ થયું. ત્યાર પછી અજાપુત્રે સમય જોઈ ખડગ વડે કમલનાળની માફક ચંદ્રાપીડાનું મસ્તક છેદી નાખ્યું.
અજાપુત્રના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને સુગંધમય તેની કીતિ ભૂતલથી આકાશમાં ગઈ.
તે સમયે અજાપુત્રના જયધ્વનિને માગધલો ઉચ્ચારવા લાગ્યા. તે શબ્દ શત્રુઓના ઉચ્ચાટન મંત્રના ફટુંકારરૂપ થયા.
તે સમયે સુબુદ્ધિ મંત્રીએ શુભ લગ્નમાં વરીઓના મસ્તક પર જેમ તે રાજ્યમાં અજાપુત્રને અભિષેક કર્યો.
રાજ્યગાદીએ બેઠેલા અજાપુત્રને પ્રસન્ન જઈ સવે મંત્રીઓ અને નગરના લેકે પણ પ્રીતિવડે કલ્પવૃક્ષની જેમ તેને અભિષેક કરવા લાગ્યા.
તેમજ સીમાંતરાજાઓ ઉત્તમ પ્રકારના ભેટણ લઈ ત્યાં આવ્યા અને દ્વિતીયાના ચંદ્રની જેમ તેને બહુ હર્ષથી નમવા લાગ્યા.
ત્યાર પછી પિતાની મેળે સ્વયંવર માટે આવેલી, પૃથ્વી પર આવેલી જાણે દેવીઓ હોય ને શું ? તેવી અનેક હોશિયાર રાજકન્યાઓને અજાપુત્ર પરણ્ય. ચમત્કારી બ્લેક
એ પ્રમાણે અનેક પરાક્રમવડે ચંદ્રાપીડાને મારીને અજાપુત્રે તેનું રાજ્ય પિતાને સ્વાધીને કર્યું અને તે કૃતાર્થ થયે.
ત્યાર પછી તે પિતાની સ્ત્રીઓ સાથે ઇંદ્ર દેવીઓ સાથે જેમ ક્રીડા કરતો છતાં કામરૂપી સમુદ્રને પારગામી થયા.
અજાપુત્રને ૯૮૦૦૦ પવનવેગી અશ્વ હતા. બે હજાર હાથી, બે હજાર રથ હતા અને પદાતિ–પાયદળને તે પાર જ નહતો. એમ સર્વ સમૃદ્ધિયુક્ત રાજ્યભવ તે ભોગવતે હતે.