________________
૬૨
કુમારપાળ ચરિત્ર
આ દુષ્ટ એટલાથી પણ નહીં અટકતાં કલ્પવૃક્ષ સમાન જગતનું રક્ષણ કરનાર તને હણીને પિતાને સ્વાર્થ સાધવા માટે તૈયાર થયો છે.
વળી હે પુત્ર! આ અનિષ્ટ કાર્ય એના સત્વની પરીક્ષા માટે મેં એને કહેલું હતું, પરંતુ આ ટુબુદ્ધિ યેગી તે સ્ત્રીને મારવા માટે ખરેખર તૈયાર થઈ ગયે. તેથી તારા હાથ તથા ખર્શને મેં સ્તંભાવી દીધા અને આ દુષ્ટ પર મને બહુ ક્રોધ ચઢ, તેથી એને આ દુર્દશામાં લાવી મૂકે છે.
સ્ત્રી વધ કરવામાં એણે દુબુદ્ધિ વાપરી તેથી એને સિદ્ધિ કેવી રીતે મળે? “પાપી પુરુષને સંપત્તિઓની માફક કલા સિદ્ધ થતી નથી.
અપરાધ વિનાના પ્રાણીઓની હિંસા કરનાર આળસુ અને સત્વ વિનાના પ્રમાદી પુરૂષે ધર્મ અને અર્થને સિદ્ધ કરી શકતા નથી. | માટે આ દુષ્ટના કારણને લીધે તું પિતાના આત્માને હણવા માટે યોગ્ય નથી. કારણ કે ભસ્મના માટે કલ્પવૃક્ષને કોઈ પણ બાળે નહીં.
- આ આત્મઘાતરૂપી અકૃત્ય તું કરીશ, તે પણ આ દુષ્ટ તારો - ઉપકાર માનવાને નથી. કારણ કે વૃષ્ટિ થવાથી પણ ક્ષાર ભૂમિમાં ગ્ય ફલ થતું નથી.
તે સાંભળી રાજા છે. હે દેવિ ! આ પુરુષની સિદ્ધિ મને ઈષ્ટ છે. વળી તું એને નિષેધ કરે છે. તે બોલ! તું શા માટે મને પ્રસન્ન થઈ? આ પુરુષ ભલે ગમે તે હોય પણ એની ઉપર તારે અનુગ્રહ કર્યા વિના ચાલશે નહી.
શું શંકર પિતાને આશ્રય રહેલા સર્ષ ઉપર પણ ક્રોધાયમાન થાય છે? વળી આ પુરૂષને સિદ્ધિ ન પ્રગટ થાય તે મારી પ્રતિજ્ઞાને ભંગ થયિ.
માટે પ્રાણ જવાથી જેમ જીવતે પણ હું મરેલે ગણાઉં.
જે પુરુષ પ્રાણથી પણ અધિક પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરે છે, તે અધમ પુરુષ સજજનેને નિંદવા લાયક થાય છે. એટલું જ નહીં પણ તેનું જીવન નિષ્ફળ થાય છે.