________________
૮૨
કુમારપાળ ચરિત્ર
તે જોઇ તેનુ હૃદય બહુ પ્રસન્ન થયું. જે સરવર શીત અને શ્વેત રસમય કમળાના સુગધમાં લુબ્ધ થયેલા ભ્રમરાના નાદ વડે અમૃતકુંડની માફક પંચેન્દ્રિઓને બહુ આન ંદ આપતું હતું. તેમજ તેના ઘેરાવા ગેાળાકાર અને મનેાહર હતા.
તેની પાળી ઉપર ચારે તરફ વૃક્ષની પતિ શૈાભતી હતી અને તે વૃક્ષેા ઉપરથી પડેલાં શ્વેત પુષ્પા મૌતિક-મેાતીઆના દ્વાર તરીકે દીપતાં હતાં. તેથી તે અદ્દભુત સરોવર પૃથ્વીરૂપ સ્ત્રીના કુંડલ સમાન શેભતું હતુ'.
અન્નપુત્રને બહુ તૃષા લાગી હતી, તેથી તે અગ્નિવૃક્ષનું ફલ એક વસ્ત્રના છેડે ખાંધી તેને સરાવરના કિનારે મૂકી અંદર ઉતરી તે પાણી પીવા લાગ્યા.
તેટલામાં મુક્તાહારથી સુચૈાભિત કડવાળે, કોઇક વાનર ધ્રુવયેાગે આમતેમ ફરતા ફરતા તે સરેાવરમાં આવ્યેા.
બહુ સુંગધને લીધે નાસિકાને આનંદ આવવાથી વાનરે જાણ્યું કે આ સુગંધ આ ફૂલમાંથી આવે છે, એમ જાણી ઝડપથી તે ફલ વસ્ત્રના છેડેથી છેાડી લઈ એકદમ નાશી ગયે..
જલપાન કરી અજાપુત્ર તરત જ પાછા આવ્યે અને વસ્ત્ર જોયુ તા તેના છેડે ફૂલ જોવામાં આવ્યુ નહી, એટલે સવ સ્વહીન થયે હાય તેમ તે ચારે દિશાએ તપાસ કરવા લાગ્યા.
વળી તેણે વિચાર કર્યાં કે, આ નિજન વનમાં કઈ માણસનુ આગમન સભવતું નથી, તેા કલ્પવૃક્ષના ફૂલ સમાન મા ફળ કાણુ લઈ ગયું હશે ?
અરે! દેવને ધિક્કાર છે કે, જેણે વૈરીની માફક આટલે પણ ઉદય સહન ન કર્યાં,
અથવા “ મંદ પુણ્યવાળા પ્રાણીઓના હાથમાંથી આવેલી વસ્તુ ચાલી જાય છે.” જો હું તે ફલ કેડે બાંધીને પાણી પીવા ગયા હત તે તે મારી પાસમાંથી જાત નહીં, અથવા ભવિતવ્યતા કાઈથી દૂર યતી નથી.