________________
૮૮
કુમારપાળ ચરિત્ર મુસીબતે સૈનિકે એ બાંધી લીધે. પછી તેઓ લેઢાનું મજબુત એક પાંજરું લાવ્યા.
મહા અનર્થની મૂતિ સમાન તે પાંજરાની અંદર વાઘને પૂ. ત્યાર પછી મંત્રી લોકોએ તે પાંજરુ રાજમહેલમાં લાવીને મૂકયું છે. નિષ્ફલપ્રગ
હવે રાજાનું વાઘપણું કેવી રીતે દૂર થાય? તે વિચાર માટે મંત્રીએ એકઠા થયા. માંત્રિક લેકેએ મંત્રના ઉપચાર કર્યા.
યંત્ર તંત્રના જાણકારોએ પોતપોતાના ઉપાય કર્યા, વૈદ્ય લોકોએ પણ ઔષધાદિકના પ્રવેગે સારી રીતે કર્યા, પરંતુ તે વાઘપણું દુષ્કર્મની માફક દૂર થયું નહીં. मंत्रादिस्मरण शुभानुसरण पृथ्वीपससेवन,
शास्त्राद्यभ्यसन गुणाधिगमन सदेवताराधनम् । शत्रुप्रोदलन परेरापकरण रत्नाकरोल्लंघन,
देवे हि प्रतिकूलतां कलयति व्यर्थ समस्त नृणाम् ॥१॥
મંત્રાદિકનું સ્મરણ, શુભ કાર્યનું આચરણ, ભૂપતિનું સેવન, શાસ્ત્રાદિકને અભ્યાસ, સદ્ગુણોની પ્રાપ્તિ, ઉત્તમ દેવેનું આરાધન, શત્રુઓનું ઉચછેદન, પરેપકાર વૃત્તિ અને સમુદ્રનું ઉલ્લંઘન, એ સર્વે દૈવની અનુકૂળતાથીજ સિદ્ધ થાય છે. અન્યથા તે સઘળું નિષ્ફળ થાય છે.
હે પુરુષ ! આ પિતાના સ્વામીના દુઃખથી સર્વ લેકે શકાતુર થઈ ગયા છે. “રાહના ગ્રહણ કરવાથી ચંદ્રના કિરણે વિક વર કેવી રીતે રહી શકે છે મનુષ્યત્વ પ્રાપ્તિ
તે વૃત્તાંત સાંભળી અજા પુત્ર છે. હે ભાઈ ! આ મહાકણ જે તમારે દૂર કરવું હોય તે તે વાઘ કયાં છે? મને બતાવે, હું જલદી તેને મનુષ્ય બનાવું, આ બાબતની ચિંતા કરશો નહીં.
અજા પુત્રને તે પુરુષ રાજમહેલ આગળ લઈ ગયે. દ્વારપાલેએ આ વાત મંત્રીને જણાવી,