________________
૧૦૬
કુમારપાળ ચરિત્ર ત્યાર પછી પુણ્યવંત પુરુષમાં ચૂડામણિ સમાન તને અહીં લાવવામાં મારું સામર્થ્ય ચાલી શકયું નહી, તેથી હાથીનું સ્વરૂપ ધારણ કરી તારા દેખતાં તારા મિત્રને હું અન્યત્ર લઈ ગઈ. . પછી હે રાજન ! તેને દુઃખને લીધે મારા ભાગ્યથી તું અહીં આવે. આજ સુધી તારી સાથે મેં અપૂર્વ સુખ ભેગવ્યું.
હવે તમે તમારા સ્થાનમાં જવાની ઈચ્છા કરે છે તે હું તમને શું કહું? કારણ કે “ગમન અને મરણની ઈચ્છાવાળાઓ કેઈથી પણું રોકી શકાતા નથી.”
પરંતુ હે સ્વામિ! મારું મન તમારી સાથે આવશે. કારણું કે પિતાને પ્રાણનાથ પ્રયાણ કરે, ત્યારે ભૂત્યની માફક મન રહેતું નથી.
વળી હંમેશાં સ્વતંત્ર વિચરનાર પુરુષોને જન્મ ઉત્તમ ગણાય છે અને જીવન પર્યત પરાધીન વૃત્તિવાળી સ્ત્રીઓને જન્મ નિદિત (અધમ) ગણાય છે.
મેક્ષસુખના કારણભૂત એવા જન્મને અભાવ કંઈક સારે પણ સર્વ દુઃખના હેતુભૂત સ્ત્રીઓને જન્મ બીલકુલ સારે નહીં.”
સંગ થયે છતે સુખ થોડું હોય છે અને વિવેગમાં ભારે દુઃખ થાય છે, એમ જાણતે છતાં પણ મોહિત થયેલે સ્ત્રીવર્ગ પ્રિયને વિષે આસક્ત થાય છે, એ બહુ શોચનીય છે.
હે સ્વામિ! હું દૂર છું છતાં પણ મને આપને સવાધીન માનશે. વળી મારે કંઈપણ અવિનય થયેલ હોય તે આપ કૃપા કરી ક્ષમા કરશે.
એમ કહી સર્વાંગસુંદરીએ દિવ્ય વસ્ત્રાભૂષણથી કૃપાદિક ત્રણે પુરુષને અલંકૃત કર્યા. પછી તેમને તેણીએ તે સરોવરના કિનારે પહોંચાડ્યા. નગર પ્રવેશ
ત્યાર પછી ગ્રહણ કર્યું છે વાઘ બનાવનાર પાણી જેણે એવા. અજાપુત્રને અને મગરપુરુષને લઈ દુર્જયરાજા ત્યાંથી ચાલતે થયે. સુમતિ વગેરે અમાએ પ્રવેશ મહત્સવ કરાવે,