________________
૧૧૧
દિવ્યસંગીત
તું બુરૂ વિગેરે દેવગાયકે ગાવા લાગ્યા. જેમને અવાજ કેફિલના અવનિને અનુસરતે હતે.
તાલ અને ગીતને બહુ ઉચિત લાગે તે પ્રમાણે વાજીંત્ર વાગવા લાગ્યાં.
ઈંદ્રાણી વિગેરે દેવાંગનાઓ ચાર પ્રકારના અભિનય કરાદિ
સહિત,
લાસ્ય-સ્ત્રીગીત અને તાંડવ-પુરૂષ ગીતના વિવિધભેદવડે વિચિત્ર પ્રકારનાં નૃત્ય કરવા લાગી.
દેવેની સભામાં મનુષ્યજાતિ રોના ઢગલામાં કાચના ટુકડા બરાબર ગણાય, એમ ભ્રમર બનેલા અજાપુત્રે પણ તે સર્વ પ્રેક્ષણા દિક જોયું.
નૃત્ય પૂર્ણ થયા બાદ ઇંદ્ર મહારાજે ફરીથી ગાવા માટે બુરૂને આજ્ઞા કરી. ખરેખર રમ્યત્વ એજ ગણાય કે જેની વારંવાર રૂચિ થાય.
તે અરસામાં અજા પુત્રને વિચાર થે કે, આ સભામાં કલાવડે મારે પ્રગટ થવું જોઈએ, કારણ કે પ્રકાશમાં આવ્યા વિના પુરુષને જન્મ પશુની જેમ વૃથા છે.
એમ જાણે અજાપુને ભ્રમરપણું ત્યાગ કરી તુંબરૂનું સ્વરૂપ ધરી સ્વર, ગ્રામ અને મૂછનાના ભેદથી સ્પષ્ટરીતે ગાયનની શરૂઆત કરી.
તેના મુખમાંથી નીકળતી શ્રુતિ-વનિ સાક્ષાત અમૃતના પ્રવાહ વડે સિંચન કરતી હોય તેમ સભાસદેના હૃદયમાં પ્રીતિરૂપ વેલડીને પલ્લવિત કરતી હતી.
તે ગીતના આસ્વાદથી તુષ્ટ થયેલા શ્રોત-કાનને જોઈ સભામાં રહેલા દેવનાં બીજા ઇંદ્રિય રસાસ્વાદમાં અજ્ઞાત હેવાને લીધે આપણે છેતરાયાં એમ માનવા લાગ્યાં.
જે કે કાન વિનાના સપે પણ ગીતથી પ્રસન્ન થાય છે, તે સકર્ણ એવા પ્રાણીઓ તેના રસાસ્વાદમાં આસક્ત થાય તેમાં શું કહેવું?