________________
શરદઋતુ
૧૧૩ રવર્ગમાં સ્થાન, અતિ ઉત્તમ વિમાનમાં નિવાસ, તેજના પ્રભાવથી ઉદ્યોતિત શરીર, વાણીથી ન વર્ણવી શકાય તેવું પરાક્રમ, અનેક પ્રકારનાં નવીન અને વિકસ્વર સ્વરૂપ નિમણની સિદ્ધિ, ત્રણે લોકને ઈરછવા લાયક લક્ષ્મી, અકુંતિ ગતિ, મનહર ગીત અને નૃત્યાદિક તેમજ ઈંદ્રાણી વિગેરે ભેગ પાત્ર, એ સર્વ ઐશ્વર્ય મારા પુણ્યને લીધે મને પ્રાપ્ત થયું છે.”
અથવા ઇંદ્રાદિકની પદવી એ ખરેખર ધર્મરૂપી વૃક્ષનું પુષ્પ છે. અને ચિદાનંદમય મેક્ષ ધામ, એ તેનું ફલ છે. તે ધર્મને મહિમા અપાર અને અદ્દભુત અમે માનીયે છીએ. જે ધર્મ માત્ર આશ્રય કરવાથી માનવ ગતિ દેવ ગતિ અને મોક્ષની સંપત્તિને આપે છે. શરદત્રતુ
એ પ્રમાણે ઇંદ્રના ઉપદેશથી અને તેની સંપત્તિના અવલોકનથી અજા પુત્રની શ્રદ્ધા ધર્મમાં બહુ દૃઢ થઈ.
ત્યાર પછી અજાપુત્રને પિતાના સ્થાનમાં પહેચાડવા માટે એક દેવને આજ્ઞા આપીને ઈંદ્ર પોતે સ્વર્ગસ્થાનમાં ગયે.
ઉત્તમ ભાવનાવડે અજાપુ પણ તીથને નમસ્કાર કર્યો.
ત્યાર બાદ તે દેવે તેને ઉપાડી ત્યાંથી વાવના કીનારે મૂકો. ત્યાં પિતાના બંને પુરુષે સૂઈ ગયા હતા, તેમના પડખામાં અજાપુત્ર પગથી તે મસ્તક સુધી દીવ્ય વસ્ત્ર ઓઢીને સુઈ ગયે.
ક્ષણમાત્ર પછી જાગી ઉઠેલા બંને પુરુષો વિચાર કરવા લાગ્યા. દિવ્ય વસ્ત્ર ઓઢી આ કણ સૂતો છે? તેટલામાં અજાપુત્ર બેઠે થયે અને પિતાની ઓળખાણ આપી તેમને તેણે વિસ્મિત કર્યા. ત્રણે જણ પરસ્પર વાતચિત કરી સમયકાલ વ્યતીત કરતા હતા.
તેવામાં પંક-કાદવ-પાપને દૂર કરનાર, બહુ પ્રકારનાં ધાન્ય બહુ ધાર્મિક જનોની વૃદ્ધિ કરનાર એવા સપુરૂષ સમાન સર્વને પ્રિય એ શરદૂકાલ આવ્યા.