________________
બુદ્ધિબળમંત્રી
૧૨૩ પતનના અવાજથી અજાપુત્ર જાગી ઉઠે. પિતાની પાસે સૂતેલ રાજકુમાર જોવામાં આવ્યું નહીં,
તેથી તે ઉભે થયે અને ચારે બાજુએ તેની તપાસ કરવા લાગે. ફરતાં ફરતાં દેવળની નીચે પડેલો રાજકુમાર તેની દષ્ટિગોચર થયે, જેથી તે અગ્નિથી દાઝેલાની જેમ વ્યાકુલ થઈ ગયે.
પછી તેણે તરત જ શીતાદિક ઉપચાર કર્યા, મહામુશીબતે તેને સ્વસ્થ કર્યો.
ત્યાર પછી અજા પુત્રે તેને પૂછયું એકદમ તને શું થયું? અને મૂર્શિત થવાનું શું કારણ?
તે સાંભળી નેત્રોમાં અશ્રુધારાને વહન કરતો વિમલવાહન કંઈપણ બોલી શક્યા નહીં.
ત્યાર પછી તેણે રૂદ્ધકંઠે શુકે કહેલું વૃત્તાંત કહી સંભળાવ્યું. ત્યાર પછી પોતાના બંધુસમાન પ્રેમાળ અજાપુત્ર છે.
હે રાજપુત્ર સંસારની સ્થિતિને તું વિચાર કર. તું રોઈશ નહીં અને શોક પણ કરીશ નહીં.
ઘણો વખત કોના માતાપિતા જીવે છે? લાંબે વખત હંમેશાં કણ સુખી હોય છે? અને શત્રુઓના ઉપદ્રવથી કનું રાજ્ય રોકાતું નથી?
પ્રાણીઓને ઉદય ફકત પતન માટે થાય છે. જીવન મૃત્યુ માટે અને વિરોધ દુઃખને માટે થાય છે,
સંસારની આ રિથતિ અનાદિકાળની ચાલી આવે છે. જ્યાં સુધી પુરુષનું ભાગ્ય અક્ષત હોય ત્યાં સુધી જ ઉદય હોય છે.
શુકલપક્ષને ક્ષય થવાથી ચંદ્રની વૃદ્ધિ કયાંથી થાય? એમ સમજી શેકરૂપી શિલ્યને દૂર કર અને હૃદયમાં દીર્ય રાખ. દુઃખ સમયે જે દૌર્ય રાખે છે, તે પુરુષ ધીર ગણાય એમ મારું માનવું છે.
વળી અગાધ એવા વ્યસનરૂપી સાગરમાં પડેલા મહાપુરુષને સમુદ્ર ઉતરવામાં દૌર્ય જ એક નાવ સમાન થાય છે.
એ પ્રમાણે સચિનેથી સંબંધેલો વિમલવાહન બેલ્યો. હવે હાલમાં મારે શું કરવું ?