________________
વિજયપ્રાપિત
૧૨૭ વિજય પ્રાપ્તિ
ત્યારબાદ જ્યલક્ષ્મીના આલિંગનથી સૌભાગ્યને પ્રાપ્ત થયેલ વિમલવાહન રાજા સુભટો સાથે ત્યાં જઈને અજા પુત્રના પગમાં પડે.
લક્ષ રૌનિકેથી વિટાયેલા ચક્રી સમાન તે મહાપુરુષને જોઈ બીજા રાજાઓ પણ બહુ આશ્ચર્ય પામ્યા.
પછી વિમલવાહનરાજા અજાપુત્રને મહત્સવપૂર્વક પોતાના સ્થાનમાં લઈ ગયે અને વિનયપૂર્વક નેહચિત વચનવડે કહેવા લાગે.
હે દેવ ! પ્રથમ તેં મને જીવિતદાન આપ્યું હતું. હાલમાં આ રાજ્ય પણ તેં આપ્યું અને આ મારા સર્વ ભાવિ વૈભવના હેતુ પણ તમે જ છો.
વળી તમારૂ પરાક્રમ કેઈ અલૌકિક છે, જેથી ક્ષણમાત્રમાં બીજાને રાજ્ય પણ આપે છે અને પોતે કંઈપણ ઈચ્છતા નથી.
તે પણ પિતાને ગુણેથી ખરીદેલું આ રાજ્ય આપ સુખેથી ભગવે. હું તે શ્રીરામની જેમ હનુમાન તેમ આપની સેવા કરીશ.
અજાપુત્ર છે. હે રાજન ! તારી આટલી બધી ભક્તિ છે, તે હવે મારે કંઈ ન્યૂનતા નથી. રાજ્યનું મારે કંઈ કામ નથી,
જે ઉપકાર કરી પારકાનું કંઈપણ લેતા નથી તેજ પુરુષ કહેવાય એમ મારું માનવું છે, તેથી મારે કંઈપણું જોઈએ નહીં. કારણ કે તે ગ્રહણ કરેલી વસ્તુઓ વડે પોતાના શુભચારિત્રની કિંમત લીધી ગણાય છે.
રાજાની પ્રાર્થનાવડે અજપુત્ર ત્યાં બહુ સત્કારપૂર્વક રહ્યો. રાજાએ મોટા ઉત્સથી તેને પ્રસન્ન કર્યો. ત્યાર પછી તે કેટલાક દિવસ ત્યાં રહ્યો. ચંદ્રાપીડરાજા
ચંદ્રાપીડરાજાએ પ્રથમ કરેલા પરાજયનું સ્મરણ કરી અજાપુત્રે પિતાના સૈન્ય સહિત તેને જીતવાની ઈચ્છાથી પ્રયાણ કર્યું.
ચૂર્ણના પ્રયોગથી પ્રથમ જેમને મનુષ્ય કર્યા હતા, તેમને ફરીથી સરોવરના જળવડે હાથી અને ઘેડા બનાવ્યા.