________________
૧૨૬
કુમારપાળ ચરિત્ર
તે સાંભળી અજાપુત્ર દેવની માફક તે જ વખતે સરેવરના જળવડે તે પુરુષને ફરીથી પટ્ટહસ્તી કર્યો અને વિમલવાહન રાજાને આપે.
ત્યારબાદ અજા પુત્ર નગરની બહાર ગયા અને સરોવરના પાણીમાં મનુષ્યકારક ચૂર્ણ નાંખ્યું.
તે પાણી પાવાથી વેરીઓના સર્વ ઘડા અને હાથીને મનુષ્ય કરી નાંખ્યા.
તે લક્ષ સંખ્યાથી અધિક અને પ્રચંડ સુભટને પિતાની પાસમાં રાખ્યા. પછી તેણે મગરપુરુષને મેલી રાજાને કહેવરાવ્યું કે, પટ્ટહસ્તી પર બેસી તું રસૈન્ય સહિત નિર્ભય થઈ સિંહ મૃગલાઓને જેમ પિતાના વેરીઓને પરાજય કર.
લાખ્ખો સુભટોની સાથે હું બહાર ઉભે છું. તારા હાથમાંથી નાઠેલા શત્રુઓને આ મારા સુભટો મારશે.
પછી અજાપુત્રના કથન પ્રમાણે વિમલવાહન રાજા તૈયાર થઈને તીવ્ર દાવાનળની માફક શત્રુરૂપી સૈન્યરૂપી વનમાં નીકળી પડે.
અત્યંત બલવાન, પર્વત સમાન ઉંચે અને મન્મત્ત તે પટ્ટ હસ્તી મંથાચલની માફક શત્રુઓના રૌન્યરૂપ સાગરનું અતિશય મથન કરવા લાગ્યા.
કેટલાકને પગના ઝપાટેથી, કેટલાકને સુંઢના આઘાતથી, કેટલાકને દાંતરૂપી પર્વતથી પછાડવાવડે ચૂર્ણ સરખા પિષી
નાખ્યા.
રાજાએ પણું વર્ષાકાલના મેઘની માફક બહુ ઝડપથી બાણની વૃષ્ટિ કરી, જેથી તેણે મૂકેલી અને ચારે તરફ ફેલાએલી બાણેની શ્રેણીઓ વડે શત્રુઓ પિતાના મનમાં તેને બંને પ્રકારે જયવંત માનવા લાગ્યા.
મર્મસ્થળને ભેદનાર બાવડે રાજાએ શત્રુઓને તેવા અંધકારમાં નાખ્યા, કે બહુ ઉતાવળથી નાસવાને તેમને માર્ગ પણ જડે નહીં. હાથી અને ઘોડા વિનાના તે વેરીરાજાઓને પદાતિ-કિંકરની માફક વિમલવાહને જીતી લીધા અને પિતાના તાબે કર્યા.