________________
૧૧૬
કુમારપાળ ચરિત્ર સ્વચ્છ કાંતિમય ચંદ્રને પ્રકાશ થવા લાગે અને કામદેવનું બળ વધવા લાગ્યું.
વસંત સમયમાં કેમ આનંદ ન થાય ? વસંતેત્સવ
એ રમણીય વસંત સમય જાણી સર્વે નાગરિકે લેકે અમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ પહેરી વસંત ઉત્સવ માટે ઉત્તમ ઉદ્યાનેમાં ગયા,
તેમજ ભેટમાં આવેલ તે દિવ્ય વસ્ત્ર ધારણ કરી શ્રીવિક્રમરાજા પણ પિતાની રાણીઓ સાથે કીડા કરવા માટે ઉદ્યાનમાં ગયે.
ત્યારે બહુબુદ્ધિશેઠને પુત્ર અતિસાગર પણ અજા પુત્રને હાર પહેરી તેજ ઉદ્યાનમાં દેવગે ગયે.
રાજાએ તેના કંઠમાં રહેલે હાર જે કે તરત જ તેણે ઓળખે. આ હાર મારે છે, એમ જાણી તેણે પિતાના સુભટને આજ્ઞા કરી એટલે તેઓએ મતિસાગરને રાજા પાસે લાવીને ઉભે ક.
રાજાએ તેને પૂછયું, સત્ય બોલ, આ અમૂલ્ય હાર તું કયાંથી લાવ્યા ?
મહિસાગર કંઈ ઉત્તર આપી શકશે નહીં અને મૌન મુખે ઉો રહ્યો.
પછી રાજાના હુકમથી સુભટએ તેને મજબુત બાંધીને દંડમુષ્ટિઓના પ્રહારથી ખુબ કુટે, જેથી તેના મુખમાંથી રૂધિર નીકળવા માંડ્યું અને અચેતનની જેમ પૃથ્વી પર તે આળોટવા લાગે.
આ હારનું વૃત્તાંત બહુબુદ્ધિશેઠના જાણવામાં આવ્યું. પોતે બહુબુદ્ધિમાન હતું, તેથી અજાપુત્રને સાથે લઈ રાજાની પાસે ગયે.
રાજાએ પૂછયું. હે શેઠ! આ હાર કોને છે ? શ્રેષ્ઠીએ કહ્યું હે રાજન ! આ હાર આ અજા પુત્રને છે. મારા પુત્રને તમે શા માટે મારે ?
તે સાંભળી રાજાએ શેઠના પુત્રને પડતો મૂકી અજાપુત્રને કબજામાં લઈ પૂછયું. શું આ હાર તે ચે છે ?