________________
૧૧૮
કુમારપાળ ચરિત્ર કેલિમિટ
ત્યારબાદ રાજાએ હારની તપાસ માટે પિતાના કેશાધિપતિને બેલાવીને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે, હે દેવ ! આપની કુંવરીને પહેરવા માટે આ હાર મેં તેને આપ્યું હતું,
પછી પિતાની પુત્રીને બેલાવી વિકમરાજાએ પૂછયું. હે વત્સ ! તારી પાસે હાલમાં હાર છે કે નહીં ?
પુત્રીએ જવાબ આપ્યો. હે પિતાજી! નગરની બહાર કીડાવાવમાં હું સખીઓ સાથે રમતી હતી, ત્યારે કીનારે મૂકેલે હાર કેલિમર્કટ લઈને નાશી ગયો. તેની દરેક ઠેકાણે ઘણી તપાસ કરી, પણ ચેરની માફક તેને પત્તો લાગ્યો નહીં. આ વાત આપની આગળ બીકની મારી મેં કહી નથી.
આ વાત કપિપુરુષના સાંભળવામાં આવી અને તરત જ તેણે રાજકુમારીના સામું જોયું એટલે ફરીથી વાનર થવાની ઈચ્છા તેને થઈ.
અહો ! પિતાની જાતિનું ભાન દુરત્યાજ્ય હોય છે.”
હવે તે કપિ પુરુષે પશુત્વકારક જળ પીધું, કે તરત જ તે વાનર થઈ ગયા અને કુદકો મારી એકદમ રાજકુમારીની પાસે ગયો.
તેણીએ પણ પિતાને કેલિમર્કટ ઓળખ્યો અને તેને પિતાના ખોળામાં બેસાડો.
કારણ વિના નેહ થતો નથી.”
આ બીના જોઈ રાજા વિસ્મિત થઈ ગયો અને તે અજાપુત્રને આ હકીક્ત પૂછવા લાગે.
ત્યારે તેણે વાનરનું વૃત્તાંત જણાવીને તે હાર વિકમરાજાને આપે.
પછી રાજાએ પણ પિતાને હાર અંગીકાર કરી બંને દિવ્ય વ અજા પુત્રને આપ્યાં. બાદ પિતાના અવિનયની માફી માગી અને વસ્ત્રાભૂષણથી તેને સત્કાર કરી બહુ આનંદથી અજાપુત્રને વિદાય કર્યો.
એ પ્રમાણે તે નગરની અંદર પિતાને પ્રગટ કરી ચૂર્ણ અને પશુતકારક પાણી લઈને મગરપુરુષની સાથે અજાપુત્ર ત્યાંથી ચાલતે થે.