________________
અષ્ટાપદયાત્રા
૧૦૯
કર્ણને અમૃતના પ્રવાહ સમાન ઝંકારવડે આનંદ પામતી તે સ્ત્રીઓ માર્ગમાં અહીં આવ, અહીં આવ એમ તે ભ્રમરને પિતાની પાસમાં બેલાવતી હતી,
ભ્રમર પણ સિદ્ધની માફક તેમને ભાવ સમજી તેમની પાસે જઈને સુંદર સ્વરવડે તેમના કહ્યું માર્ગમાં અમૃતની વૃષ્ટિ કરતા હોય તેમ આનંદ આપતે હતે.
એ પ્રમાણે વિદ્યાધરીઓથી ડગલે ડગલે સત્કાર પામતે ભ્રમર આકાશને સ્પર્શ કરતું છે શિખર જેનું એવા અષ્ટાપદ પર્વત પર ગયો.
તેની ચારે બાજુએ વહેતી ગંગાના અગાધ પાણીમાં પડેલા પ્રતિબિંબવડે હંમેશાં પોતાનું સૌંદર્ય જોતે હોય ને શું?
- તેમજ ચેથી ઉત્પન્ન થયેલા અને ચારે તરફ પ્રસરતા પુણ્યથી જેમ અથવા યશવડે જેમ દેદીપ્યમાન સફટિક રત્નના શરીરવડે વિશુદ્ધ કાંતિમય, સર્વત્ર રત્નમય હોવાથી સર્વ પર્વતના જય વડે પ્રગટ થયેલી કીતિઓને ઝરણાઓના મિષથી સાક્ષાત્ ધારણ કરતે હેય ને શું ?
વળી ઉંચાઈમાં આઠ યેાજન અને આઠ જેનાં પગથીયાં રહેલાં છે એવા તે અષ્ટાપદગિરિને અજાપુત્ર સર્વ બાજુએ જોવા લાગે
- તેમાં ઉંચાઈ અને કાંતિવડે પૃથ્વી ઉપર રહેલા સમસ્ત પ્રાસાદોને મોટી પતાકાઓ રૂપી આંગળીઓના હલાવવાવડે તિરસ્કાર કરતે હેય ને શું ?
ઉત્તમ સુવર્ણને પ્રકાશિત કરનાર જ્યોતિષ મંડલને લીધે પીતવર્ણ, જેથી બહારના ભાગમાં ચારે તરફ કેસર ચંદનના લેપવાળે હાય ને શું?
આ દુનિયામાં મારા સરખે કેઈપણ પ્રાસાદ છે કે નહીં? તે જોવા માટે પર્વતના ઉંચા શિખર પર આરૂઢ થયેલ હોય ને શું ?
વળી ચાર દ્વાર, ત્રણ કેશ ઉંચાઈ અને લંબાઈને પહેળામાં એક યોજન સિંહનિષઘ નામે સુવર્ણમય એક અદ્ભુત ચૈત્યનાં દર્શન થયાં.