________________
૧૦૮
કુમારપાળ ચરિત્ર પછી કીડા કરતી તે સ્ત્રીઓને કેકિલાઓના આલાપ સમાન મધુર આલાપ નજીકમાં રહેલા અજાપુત્રના સાંભળવામાં આવે.
હે સખી! હાલમાં અષ્ટાપદગિરિ ઉપર જવા માટે બહુ સમય થઈ ગયે છે અને ત્યાં આગળ દેવાંગનાઓ સહિત દેવેન્દ્ર હાલ આવ્યું હશે.
માટે આ જલક્રીડા હવે રહેવા દે, જલદી બહાર નીકળે. વાવમાંથી કમળો લઈ વિમાનવડે અહીંથી ચાલવા માંડે. એ પ્રમાણે વિદ્યાધરની સ્ત્રીઓએ વિચાર કરી ત્યાંથી ચાલવાની તૈયારી કરી.
તે સાંભળી અજા પુત્રને બહુ આનંદ થયે અને તે પિતાના મનમાં વિચાર કરવા લાગે.
પૃથ્વી પર પરિભ્રમણ કરવાથી મેં મનુષ્ય લેકની સઘળી વ્યવસ્થા જોઈ તેમજ વ્યંતરેન્દ્રના પ્રભાવથી નરક સ્થાન પણ જોયાં,
તેમજ હાલમાં નાના પ્રકારના વૈમાનિક દેવે જેવા જોઈએ. જેમને વિષે લક્ષમી સાથે અપાર સુખ રહેલું છે. માટે હાર અને જળ સહિત આ બંને પુરુષને અહીં મૂકી વ્યંતરે આપેલી ગુટિકાવડે ભ્રમરનું સ્વરૂપ ધારણ કરી,
હું પિતે સ્ત્રીઓના હાથમાં રહેલાં કમળ પર ઈચ્છા મુજબ સ્થિતિ કરતો કરતે અષ્ટાપદ તીર્થની યાત્રા કરૂં અને પિતાના આત્માને કૃતાર્થ કરું.
એમ વિચાર કરી અજાપુત્ર તેજ વખતે ભ્રમરનું સ્વરૂપ કરીને વિદ્યાધરીઓના હાથમાં રહેલાં કમળ પર બેસી તેઓની સાથે ચાલતે થ . અષ્ટાપદ તીર્થયાત્રા
હવે તે ભ્રમરરૂપ થયેલે અજાપુત્ર વિદ્યાધરીઓના હસ્તકમળમાં ઈચ્છા પ્રમાણે પરિભ્રમણ કરતે સુંદર ગુંજારવવડે તે સ્ત્રીઓને વારંવાર મહિત કરવા લાગે.