________________
નગરપ્રવેશ
૧૦૭ દુર્જયભૂપતિએ મિત્ર સહિત પિતાના મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં આગળ રાજાના આગ્રહથી અજા પુત્ર કેટલાક દિવસ રહ્યો. પછી ત્યાંથી નીકળવાની રજા તેણે મહા મુશીબતે મેળવી.
રાજાએ સુવર્ણ રત્નાદિક કેટલીક સંપત્તિ ભેટમાં તેને આપી. અજાપુત્ર તે રત્નાદિકને તૃણની માફક ત્યાં મૂકીને મગરપુરુષને પિતાની સાથે લઈ ત્યાંથી નીકળે અને તેજ સુરગ દ્વારાએ તે યક્ષના મંદિરમાં આવ્યું.
ત્યાં સૂઈ ગયેલા વાનર પુરુષને ઉઠાડીને બંને પુરુષને સાથે લઈ પોતાના નગરમાં જવાની ઈચ્છાથી અજાપુત્ર ત્યાંથી આગળ ચાલ્યા.
ત્યાં મેઘના અથડાવાવડે આકાશમાંથી પડેલી પૂર્ણિમાના ચંદ્રની મંડલી હેય ને શું? તેવી એક સ્ફટિક રત્નથી બંધાવેલી કીડાવાવ તેના જોવામાં આવી. તેમજ તે વાપિકાની ચારે બાજુએ કાંતિના સમૂહથી દેદીપ્યમાન અને અનેક પ્રકારની શોભાથી વિભૂષિત તારામંડલની માફક બહુ રુદ્ધિવાળાં ઘણાં વિમાને જયાં.
તે વાવની અંદર કામદેવની સ્ત્રી–“રતિથી અધિક રૂપવાન, ઇંદ્રાણીના સરખી તેજસ્વી અને લક્ષ્મીદેવીને અનુકરણ કરતી હોય તેવી કેટલીક સ્ત્રીઓને કીડા કરતી જોઈ. વળી તે સ્ત્રીઓ પાણીના ખાબા ભરી એક બીજીની ઉપર હાસ્યપૂર્વક ફેંકતી હતી,
તે જોઈ અજા પુત્રને સંદેહ થયું કે, આ મનુષ્ય જાતિ હશે? શું દેવાંગનાઓ હશે? એમ તે વિતર્ક કરતું હતું, તેટલામાં તેમનાં નેત્ર વારંવાર મિ”િષ થવાથી તેને સંશય દૂર થઈ ગયે.
પછી અજાપુત્ર તેઓ ન દેખે તેવી રીતે તેમનું લાવણ્ય જોઈ વિસ્મય પામ્ય અને ચિરકાલ વિચાર કરવા લાગે.
આ સ્ત્રીઓના મુખની કાંતિ આગળ ચંદ્રિકા પણ નિસ્તેજ થાય છે. શરીરની કાંતિ સુવર્ણને ઝાંખુ કરે છે.
સદ્દભાવથી નિગ્ધ એવી એમની દષ્ટિ આગળ અમૃતની વૃષ્ટિ વૃથા છે અને એમની વાણી જે સાંભળી હોય વણા નાદ પ્રતિકારક થાય નહીં.