________________
સરોવરપ્રાપ્તિ
૧૦૫ તરત જ અજાપુત્ર મનુષ્યરૂપી મગરના મુખમાંથી બહાર નીક. વળી મગર તે તેજ પ્રમાણે મનુષાકાર સ્થિતિમાં ઉભે રહ્યો અને અજાપુત્ર પણ મનુષ્યના સ્વરૂપને પ્રાપ્ત થશે.
બંને જણ વગથી સચેતન થઈ ગયા બાદ રાજાએ અજાપુત્રને ઓળખીને તેના વિરોગ વ્યથાની આતુરતાને લીધે અંદર પ્રવેશ કરવાને જેમ દતર આલિંગન કર્યું. સરવર પ્રાપ્તિ
પરસ્પર એકબીજાના વૃત્તાન્તના નિવેદનરૂપ અમૃતના સિંચન વડે તેઓ બંને ચિરકાળ પ્રીતિરૂપ વેલડીને પલ્લવિત કરવા લાગ્યા. | સર્વાંગસુંદરી દેવીએ તેમજ દુર્જયરાજાએ પણ સત્કારપૂર્વક મગરપુરુષ સહિત અજા પુત્રને પિતાના સ્થાનમાં રાખે અને તેઓ ત્યાં સુખેથી રહ્યા.
એક દિવસ પ્રસન્ન થયેલે અજા પુત્ર અતિશય ફુરણાયમાન દાંતની કાંતિવડે દિશાઓને ઉજવલ કરતા દુર્જયરાજાને કહેવા લાગે.
હે દેવ ! આપના નીકળ્યા પછી આપના વિરહદુઃખથી આપને સમસ્ત પરિવાર પણ અગ્નિમાં ડૂબેલાની માફક બહુ દુઃખી થાય છે. માટે તમે પોતાના સ્થાનમાં ચાલે અને પિતાને દર્શનરૂપ અમૃતરસ વડે ચંદ્રની માફક આપ સવ પરિવારનું જલદી સિંચન કરે.
એ પ્રમાણે પિતાના મિત્રનું વચન સાંભળી રાજા પિતાના નગર પ્રત્યે હાથી જે વિધ્યાચલ પ્રતિ તેમ ઉત્સાહવાળો થયો અને તે વાત સર્વાંગસુંદરી દેવીને તેણે પૂછી.
ભવિષ્યના વિરહ દુઃખને લીધે પીડાયેલી તે દેવી ચક્રવાકીની માફક શૂન્ય બની ગઈ અને શાકને લીધે ગદ્ગદ્ કંઠ રાજાને કહેવા લાગી,
હે દેવ! મારી દાસીઓ તે સરેવર ઉપર ક્રીડા કરવા આવેલી હતી. ત્યાં તને કામદેવથી પણ અધિક રૂપવંત જોઈ મારી પાસે તેઓ આવી અને તે વાત મને જણાવી.
તે સાંભળવાથી પૂર્વ જન્મની સ્ત્રીની માફક હું તારી ઉપર બહુ પ્રેમથી આસક્ત થઈ ગઈ