________________
કુમારપાળ ચરિત્ર તેમાં બંને પ્રકારે પણ ઉત્તમ છાયા તડકાને અભાવ કાંતિવાળા, બંને પ્રકારે પ્રેક્ષણ-નૃત્ય અવકન ને ઉચિત અને બંને પ્રકારે અપૂર્વ કલ્યાણ-સુખ-સુવર્ણથી સંપૂર્ણ એવાં વ્યંતરનાં ઘરોને જોઈને અજાપુત્ર બહુ આનંદ પામે.
લાવણ્યના સ્થાનભૂત, શંગારને ખાસ દીપાવનારી અને કામદેવને જીવાડનારી વ્યંતરદેવીઓને પિતાના સ્વરૂપવડે મહિત કરતે,
સ્વપ્નમાં પણ નહીં જોયેલ દેવીઓએ રચેલા સ્કાર સંગીત રૂપી અદ્દભુત અમૃતનું નેત્રથી પાન કરતે,
નાસિકાને આનંદ આપતા ક૯પવૃક્ષના પૂના સુગંધવડે આનંદમાં મન થયેલ અજાપુત્ર વ્યંતરેંદ્રના મહેલમાં ગયો. વ્યતરેન્દ્રને અતિથિ
તે મહેલની અંદર ઈંદ્રની સભા સંબંધી સર્વ લક્ષમીને હરણ કરનાર અને પ્રાચીન અપૂર્વ પૂણ્યરૂપી વૃક્ષના ફલરૂપ સભામાં વિરાજમાન થયેલ,
મહાન તેજસ્વી તારાઓના મધ્યમાં રહેલા શરદપુનમના ચંદ્રની જેમ દેના મધ્ય ભાગમાં બેઠેલ,
કરૂણારસના સમુદ્ર સમાન, દક્ષિણ્યને એક આશ્રય અને સેવકના મરથ પુરવામાં કલ્પવૃક્ષ સમાન વ્યંતરે તેને જોવામાં આવ્યા.
અજાપુત્રે તેને પ્રણામ કર્યો. પ્રસન્ન થયેલ વ્યંતરંદ્ર બોલ્યો. તું કેણ છે? અહીં શા માટે તું આવ્યો છે? એમ પૂછવાથી અજાપુને પિતાનું સર્વવૃત્તાંત તેને કહી સંભળાવ્યું.
વ્યંતરે કહ્યું. હે ભાઈ ! અહીં તારે કોઈ પ્રકારની ચિંતા રાખવી નહી. પિતાના પિતૃગૃહની માફક અહી સુખેથી તું રહે. આ સ્થાનને તારે નિર્ભય સમજવું.
એમ કહી તેણે હુકમ કર્યો, જેથી દેવ અને દેવીઓએ પિતાના બંધુની માફક તેને સ્નાન કરાવ્યું. ઉત્તમ પ્રકારના અંલકાથી અલકૃત કર્યો અને દિવ્ય ભેજન જમાડી સંતુષ્ટ કર્યો.