________________
કુમારપાળ ચરિત્ર
કામ સમાન તેજસ્વી એવા આપના દર્શનથી બહુ પ્રેમને લીધે તે આપને પોતાને ત્યાં બોલાવે છે. માટે આપ પ્રસન્ન થઈ જલદી તેને સ્થાનમાં પધારે. તેણીના સત્કારને આપ સ્વીકાર કરો અને મહેરબાની કરે.
તે સાંભળી રાજાને આશ્ચર્ય થયું, મારું ભાગ્ય બહુ બલવાન છે.
એમ પિતાના મનમાં આનંદ માનતે રાજા તે સ્ત્રીને આગળ કરી વ્યંતરીના સ્થાનમાં ગયો.
ત્યાં કેઈ ઠેકાણે સ્ફટિક રત્નોથી બંધાવેલી અને ઉત્તમ કમળથી વિરાજમાન વાપિકાએ કીડા માટે રહેલી છે.
કઈ સ્થલે સુગંધિત પુષ્પો તરફ ભ્રમણ કરતી ભ્રમરીઓના નાદરૂપ સંગીતથી વાલિત ઉદ્યાન રહેલા છે.
કેઈક જગાએ પુષ્પની શાઓથી અતિ શીતલ કદલીગૃહ દીપે છે.
કેઈક સ્થલે દિવ્ય આભરણેથી વિભૂષિત દાસીઓ ઉભેલી છે.
કઈ ઠેકાણે સુધામય વાણીને અભ્યાસ કરવામાં લુખ્ય એવા પોપટ રહેલા છે.
કેઈ ઠેકાણે કુદકા મારતા કસ્તુરીઆ મૃગ રહેલા છે.
કેટલાક સ્થળે કપૂર, કસ્તુરી, ચંદન અને કેસરના ઢગલાઓ રહેલા છે.
તે જોઈ રાજા બહુ વિસ્મય પામ્યા અને તે વ્યંતરીની પાસે ગયે. વ્યંતરી પ્રાર્થના
ત્યાર પછી તે વ્યંતરીએ દિવ્યસ્નાન, વસ્ત્ર અને આસન દિવડે રાજાને ગ્ય સત્કાર કર્યો. ત્યાર પછી તેણીએ રાજાને કહ્યું.
હે દેવીતમારા દર્શનથી મારા હૃદયમાં ઘણી પ્રીતિ થઈ છે, માટે હું પ્રાર્થના કરું છું,
આપ કૃપા કરી મારી સાથે ભેગવિલાસ કરે. આ પ્રાસાદ, આ લક્ષમી, પ્રીતિના રીતથી ખેંચાયેલી હું પિતે અને આ માટે પરિવાર, એ સઘળું આપનું છે.