________________
સર્વાંગસુંદરી
હે રાજન !
મિત્ર માટે વૃથા શિરછેદ કરવાની કોઈ જરૂર નથી. શા માટે તું દુઃખી થાય છે ? તારા પુણ્યને લીધે છ માસ પછી તારા મિત્રને સમાગમ તને જરૂર થશે. ચિંતા કરીશ નહીં.
એમ કહ્યા બાદ દેવી તેના કાનમાં કંઈ કહીને પછી દિવ્ય ઔષધ આપીને પિતાના સ્થાનમાં ચાલી ગઈ.
તેવામાં અદ્દભુત શૃંગારથી વિભૂષિત કેઈક સ્ત્રી ચંદનપુષ્પ વિગેરે પૂજાપો લઈ દેવીને પૂજવા માટે ત્યાં આવી.
તે સ્ત્રીને જોઈ રાજા વિચાર કરવા લાગે. જરૂર આ માનુષી નથી, કારણ કે મને જોવા માટે તેણીની દષ્ટિ નિર્નિમેષ-સ્થિર હોય તેમ દેખાય છે. અથવા લાવણ્યના સ્થાનરૂપ આ ખરેખર રતિ હશે. કારણ કે એના દર્શનથી પણ સર્વાગે કામની કુંતિ થાય છે.
એમ રાજા વિચાર કરતું હતું, તેટલામાં તે સ્ત્રીએ દેવીની પૂજા કરીને કામના બાણ સમાન મારેલા કટાક્ષેવિડે તે રાજાને વિહિત ક. સર્વાંગસુંદરી
તેમજ કાંતિવડે સુકમલ રાજાના મુખ ચંદ્રનું અવેલેકન કરતી તે સ્ત્રીને પ્રેમરૂપી સાગર બહુ ઉછળવા લાગે, એ ઉચિત છે.
રાજાના દર્શન માત્રથી તરત જ તે સ્ત્રી અત્યંત કામાતુર થઈ ગઈ અને કટાક્ષવડે તેને જોતી જોતી પોતાના સ્થાનમાં ચાલી ગઈ
ત્યાર પછી રાજા વિચારમાં પડે. આ કોણ હશે? અને અકરમાત અહીં કયાંથી આવી? નેહદષ્ટિથી કામાતુર થયેલા મને વારંવાર તે શા માટે જેતી હશે?
એમ રાજા પિતાના મનમાં વિચાર કરતું હતું, તેવામાં કંઈક સ્ત્રી ત્યાં આવી અને અમૃતમય વાણવડે રાજાને કહેવા લાગી.
હે રાજન ! બહુ તેજસ્વી અને ગજગામિની સર્વાંગસુંદરી નામે વ્યંતરદેવી અહીં નજીકમાં રહે છે. તે અમારી સ્વામિની છે. તે આ દેવીને પૂજવા માટે અહીં આવી હતી.