________________
માયાવીહસ્તી
પિતાના ખોળામાં રમતા પુત્રોની માફક કમલોવડે સુશોભિત, જીવન-જીવિકા અથવા પાણિ મળવાથી સંતુષ્ટ થયેલા સુભટોની માફક પક્ષીઓ વડે વીંટાએલા તે સરોવરને જોઈ અજા પુત્ર પિતાના મનમાં વિચાર કરવા લાગે.
અહો ! આ સરોવર જડ=જળમય છે, તે પણ તેને કેટલે મહિમા કુરી રહ્યો છે?
ત્યાર પછી રાજા બે હે મિત્ર! આ પાણી તું જે ! એના મહિમાનો પાર નથી, કારણ કે પ્રથમ એણે મને વાઘ બનાવ્યો, તેથી તારો સમાગમ મને થ.
જે અજ્ઞાનથી મેં આ પાણી ન પીધું હેત તો તારા સરખો દુર્લભ મિત્ર મને ક્યાંથી મળત?
પછી અજાપુત્ર છે. આ પાણી અને બીજા પાણીનું સ્વરૂપ તે એક સરખું દેખાય છે. કંઈપણ ભેદ દેખાતું નથી. છતાં આવી શક્તિ એનામાં શાથી આવી હશે? અથવા “દરેક વસ્તુની નિમણુતા વિચિત્ર હોય છે.”
એ પ્રમાણે બંને વાત કરતા હતા, તેટલામાં તે સરોવરમાંથી સમુદ્રમાંથી અિરાવત હાથી નીકળે, તેમ એક મહાન હાથી નીકળે. - બાંધવાના દેરડાની માફક સુંઢના આઘાતવડે મોટા જળતરંગને વિદારણ કરે અને પગે બાંધેલી સાંકળની માફક શેવાલ વલ્લરીનું આકર્ષણ કરતે તે હાથી માયાવી હાથીની માફક સરોવરમાંથી બહાર નીકળી અજાપુત્રને એકદમ જળમાં ખેંચી ગયે.
હે હસ્તિ ! ચેરની માફક મારા મિત્રનું હરણ કરી તું ક્યાં જાય છે? એમ કહી તરવાર ખેંચીને રાજા તે હાથીની પાછળ દોડયો.
પાણીની અંદર હાથી બહુ વેગથી આગળ ચાલ્યો જાય છે અને રાજા જલદી મહાવતની માફક તેની પાછળ જાય છે. એમ કરતાં કરતાં તેઓ બંને પાણીની અંદર ઘણું નીચા ઉતરી ગયા અને હાથી એકદમ અદશ્ય થઈ ગયે.