________________
૧૦૨
કુમારપાળ ચરિત્ર
પછી વ્યંતર લોકેએ શીતાદિક બહુ ઉપચાર કર્યો, જેથી તે સચેતન થઈ ગયે.
એટલે બહુ શેકાતુર થઈ ગયે અને પિતાના મનમાં સંસાર સ્થિતિને વિચાર કરવા લાગે.
ધિકકાર છે આ સંસારને કે, જેની અંદર મધના બિંદુ સમાન સુખ રહેલું છે અને દુખ તે સમુદ્ર સમાન અપાર રહેલું છે.
છતાં ચનીય એ છે કે પ્રાણીઓ તેમાં લુબ્ધ થાય છે.
અરે ! આ પ્રાણીઓને પણ વારંવાર ધિક્કાર છે, કારણ કે તેઓ બહુ આરંભ સમારંભથી હંમેશાં અટકતા નથી, જેથી તેના પાપ વડે ઘેરાયેલા પ્રાણુઓ અધોગતિને પામે છે.
માત્ર આરંભમાં જ સરસ અને પરિણામે નિરસ કિપાક વૃક્ષના ફલ સમાન દુષ્ટ એવા પાપ વૃક્ષના ફલને ધિક્કાર છે.
હું માનું છું કે, સંસારમાં જ્યાં સુધી ધર્મામૃતનું તૃપ્તિ પર્યત પાન કરાતું નથી, ત્યાં સુધી પાપથી પ્રગટ થયેલે તાપ શાંત થતો નથી.
માટે હું મારા સ્થાનમાં જાઉં અને કંઈક હવે આત્માનું હિત સાધન કરૂં, જેથી શાંત થઈ મારો આત્મા સર્વથી નિવૃત થાય. મિત્રચિન્તા
એ પ્રમાણે વિચાર કરી અજાગે વ્યંતરેશ્વરને બહુ પ્રાર્થના પૂર્વક પૂછયું કે, હવે તે સરેવરની તીરે જવાની મારી બહુ ઈચ્છા થઇ છે,
વ્યંતરાધિપે રૂપાંતર કરવાની એક ગુટિકા (ગોળી) તેને આપી અને પિતાના વ્યંતરે પાસે તેને સરેવરના કિનારે પહોંચાડે. - ત્યાર પછી અજાપુત્ર ત્યાં જેવા લાગે, પણ દુર્જયરાજા તેના જોવામાં આવ્યો નહીં. ત્યારે તેની શોધ માટે તે તળાવની પાળીના વૃક્ષ ઉપર પક્ષિની માફક ચઢી ગયા. પરંતુ રાજા તેના દેખવામાં આવ્યો નહીં.
તે અરસામાં બહુ અધીર બનેલા રાજાના સૈનિકે દીનતાપૂર્વક અજાપુત્રને પૂછવા લાગ્યા કે, અમારે રાજા કયાં ગયે?