________________
૧૦૦
કુમારપાળ ચરિત્ર
ભૂમિકામાં બહુજ અત્યુ અને હિમથી પણ અધિક ઠંડા તેમજ છઠ્ઠી અને સાતમી ભૂમિકામાં સર્વત્ર શીતમય એવા નરકાવાસ નીકળવાના માર્ગથી અજ્ઞાત અને અંધકારથી વ્યાપ્ત ગર્ભવાસની માફક અજાપુત્રે જોયા.
ત્યાં આગળ નિર્દય એવા અંબાદિક પરમાધાર્મિક દેવે કેટલાક ને શુલીઓ ઉપર ફેકે છે. કેટલાકને ચિતાગ્નિમાં નાખે છે. કેટલાકને વજી સમાન તીક્ષણ કાંટાઓમાં અફળાવે છે. કેટલાકને આરાદિકથી વિધે છે, કેટલાકને દેરડાઓ બાંધે છે.
કેટલાકનાં કુઠાર, ત્રિશુલ, ભાલા. તરવાર, ગુપ્તિ, શક્તિ અને તેમ વડે ઉદર અને હૃદયને ચીરે છે. તેમજ ચરબી, માંસ, આંતરડાં અને કેશને ખેંચે છે,
કેટલાક તે મસ્તક, બાહુ, કેડ, હાથ, પગ અને આંગળીઓને ભાંગી નાખે છે,
કેટલાક મહાકુંભી-કુંડ અને કઢાઈ વિગેરેમાં તે જીવને રાંધે છે. તેમજ તેઓના શરીરમાંથી ભુરિકાદિકવડે કકડા કરીને અસ્થિ સહિત માંસના ટુકડાઓને વારંવાર આ સ્વાદ લે છે.
કેટલાકને છાયા માટે અસિપત્રના વનમાં લઈ જાય છે.
તેમની ઉપર પડતાં ખગ્ર વિગેરે શસ્રોવડે કેટલાકના હાથ, પગ કાન, નાક અને એઠ કપાઈ જાય છે.
અત્યંત ઉષ્ણુ રેતીમાં ચાલતા કેટલાક પ્રાણીઓ ધાણીની માફક સેકાઈ જાય છે. તેમજ તેમના હાડકાઓના તડતડ અવાજ થાય છે.
ચરબી અને કેહેલા કેશ, અસ્થિ તથા રૂધિરથી ભરેલી વિતરણ નદીમાં કેટલાકને ડુબાવે છે.
કેટલાકને તપાવેલા સીસાના પ્રવાહમાં અનેક પ્રકારે ફેરવે છે. કેટલાકને ઉકાળેલા તેલ, તાંબુ અને સીસાનું પાન કરાવે છે. કેટલાકને ઓષ્ટ પલવને વજસમાન સયાવડે સીવી લે છે.