________________
કુમારપાળ ચરિત્ર તે એક દિવસ બહુ પાપ ભરાઈ જવાથી શીકાર માટે બહાર નીકળે. જેની સાથે ઉત્સાહ ધરાવતા અનેક સૈનિકે નીકળ્યા, જેથી પૃથ્વીતલ કંપવા લાગ્યું.
વળી ક્ષેત્રપાલની માફક ભયંકર કેટલાક કુતરાએ તેની સાથમાં લીધા હતા.
કેટલાક સુભટએ ગણેશની માફક હાથમાં કુઠાર ધારણ કરેલા હતા અને જેમનાં ઉદર બહ સ્થૂલ દેખાતાં હતાં.
કેટલાક અધર્મને ધારણ કરનાર એવા ત્રશૂલધારી શંકરની માફક ચાલતા હતા.
કેટલાક શ્યામ શરીરવાળા મુરારી-કૃષ્ણ સરખા હતા.
કેટલાક ખગધારી અને પ્રૌઢ ઉત્સાહવાળા જિગીષની માફક રાજસેવકે શીકાર કરવાની બુદ્ધિવાળા થઈ રાજાની સાથે શેભતા હતા.
સિંહનાદ, ભેરી, ધનુષના ટંકારવ અને નિશાનના નાદ વડે દિશાઓને ગજાવતા તે રાજાએ પશુઓનો સંહાર કરવામાં મૃત્યુ સમાન થઈ તે વનમાં પ્રવેશ કર્યો.
તે સમયે મૃગલાઓ ચારે દિશાએ નાસવા લાગ્યા. રૂરૂ નામે મૃગલાઓ ભયભીત થઈ ગયા. કૃષ્ણસાર મૃગ સાર વિનાના થઈ ગયા. શિયાળવાઓ મરણ દશાને પામ્યા. વાનરાઓ શેકાતુર થઈ ગયા. સાંઢનાં પણ અંગ સીદવા લાગ્યાં. હાથીએના મનમાં બહુ ક્ષેભ થવા લાગ્યા. ડુક્કર પણ બળહીન થઈ ગયા અને સિંહ તે બહુ ક્રોધાતુર થઈ ગયા.
એ પ્રમાણે રાજાનાં બાણ છુટવાથી ખળભળાટ થઈ ગયો તેમજ તેના સુભટોએ પણ અતિશય ખડગના પ્રહારથી મેઘની માફક આરણ્યક પશુઓને મેટી આપત્તિમાં નાંખ્યા.