________________
~~~~
~~~~
કુમારપાળ ચરિત્ર જગતરૂપી ઘરમાં પ્રદીપ સમાન સૂર્ય અસ્ત થયે એટલે દષ્ટિને રોધ કરનાર કેવલ અંધકાર વ્યાપી ગયું.
તારાઓના સમૂહથી ઝગઝગતું આકાશમતીઓથી ભરેલા મરકત મણીના પાત્રની માફક અતિશય દીપવા લાગ્યું.
હંમેશાં હું અંધકારને નાશ કરૂં છું છતાં તે વારંવાર કેમ પ્રગટ થાય છે, એમ ધારી બહુ ષથી લાલ થયે હોય તેમ તે વખતે ચંદ્ર પ્રકાશવા લાગ્યા.
એ પ્રમાણે રાત્રીને પ્રસાર બરોબર થઈ રહ્યો, એટલે પિતાની સાથે રહેલે વાનરપુરુષ સુઈ ગયો.
પછી તે દેવમંદિરની અંદર જળહળતું તેજ અજા પુત્રના જોવામાં આવ્યું. તેણે વિચાર કર્યો.
એકદમ તેજને પ્રાદુર્ભાવ શાથી થયે? અત્યાર સુધી બીલકુલ દેખાતે નહેાતે, હાલમાં આ કયાંથી આવ્યું?
શું આ તેજ દેવી હશે? શું અગ્નિનું હશે? અથવા તે શું નાગના મણિથી થયેલું હશે? એની તપાસ તે કરવી જોઈએ, એમ વિચાર કરીને તપાસ કરવા માટે અજા પુત્ર તે પ્રકાશ તરફ ચાલે.
ત્યાં આગળ એક સુરંગ દ્વાર દેખવામાં આવ્યું. તે જોઈ તેને ઈરછા થઈ કે, જોઈએ તે ખરા આગળ શું છે?
તે ભેંયરામાં ઉતર્યો. જેમ જેમ તે ચાલતો ગયે, તેમ તેમ તે દીવ્ય તેજ નીચે નીચે દેખાવા લાગ્યું,
અજાપુત્ર પણ મૂઢની જેમ તેની પાછળ લા રહ્યો. તેના પરિશ્રમના માટે જેમ તે તેજ બહુ નીચે જવા લાગ્યું.
અજાપુત્ર પણ ધૈર્ય રાખી તેની પાછળ ચાલતાં બહુ ભૂમિ ઉલ્લંઘન કરી આગળ ચાલ્યા ગયે એટલે
ત્યાં સરખી જમીન આવી અને જે તેજ દેખાતું હતું, તે પણ બંધ થઈ ગયું.
તેમજ તે પ્રદેશમાં એક નગરી તેના જેવામાં આવી અને તે વિચાર કરવા લાગ્યા.