________________
૮૫.
શિવંકરાનગરી
' અરે! તે દેવમંદિર કયાં ગયું? મારે મિત્ર કયાં ગયે દિવ્ય તેજ કયાં ગયું? આ જમીન ક્યાંથી આવી? અને આ નગરી કયાંથી આવી? અહો! દૈવને વિલાસ કેઈ વિચિત્ર છે.
ભૂવિવરમાં માર્ગ બતાવનાર તેજનો અભાવ થવાથી આ પુરુષ આગળ કેવી રીતે ચાલી શકશે?
એમ દયાના પ્રાદુભાવથી તે સમયે સૂર્ય પ્રગટ થયે. સૂર્યને ઉદય થયું કે તરત જ દિશાઓનું અંધારું દૂર થઈ ગયું. કારણકે તેજ અને અંધકારની એક સાથે સ્થિતિ કોઈ કાળે ઘટતી નથી.
ત્યારબાદ અજા પુત્ર નવીન કૌતુક જોવામાં બહુ ઉસુક થયે અને પિતાની પાસે રહેલા ફલનું ચૂર્ણ કરી હારની સાથે કેડમાં બાંધી આગળ ચાલતો થયે. શિવંકરાનગરી
નગરીની પાસમાં સર્વત્ર પરિભ્રમણ કરતાં મૃગલાં, શિયાળવાં વિગેરે પ્રાણીઓને જોઈ તે વિચાર કરવા લાગ્યા.
આ નગર તે ઉજજડ છે? અથવા કેઈ વસ્તિવાળું છે ? એમ શક્તિ મનથી અજાપુત્ર દર્ય રાખી નગરના મધ્ય ભાગમાં ગયે. ત્યાં બંધુઓના મરણથી જેમ શેકાતુર થયેલા લેકોને જોઈ બહુ ખેદ કરતો રાજમાર્ગમાં ગયો.
ત્યાં પણ શૂન્યતા જોઈ તે રાજદ્વાર આગળ ગયે. દુઃખથી બળેલાઓની માફક શ્યામ મુખવાળા દ્વારપાળને જોઈ શૌર્ય રાખી અજાપુત્ર તેમને પૂછવા લાગ્યો.
આ નગરીનું નામ શું છે? અહીં રાજા કોણ છે? આ લોકો શકાતુર કેમ થયા છે? તમે પણ આવી દુર્દશામાં શાથી આવી પડયા છે ?
હે સજજનો ! સત્ય હકીકત શી છે? તે આ૫ નિવેદન કરે.
દ્વારપાલ બોલ્યા. વૈભવમાં સ્વર્ગ પુરી સમાન શિવકરા નામે આ નગરી છે.
બહુ તેજસ્વી દુધ નામે આ નગરીને રાજા છે.