________________
શિવ’કરાનગરી
૮૯
મંત્રીએ તરત જ હુકમ કર્યાં એટલે સાક્ષાત્ ઉપકારની માફ્ક અજાપુત્રને અંદર તેઓએ પ્રવેશ કરાવ્ચેા,
અજાપુત્રને આવતા જોઈ મંત્રી એકદમ ઉસે થયા અને બહુ આનંદ પામતા મેટા અમૂલ્ય આસન ઉપર તેને બેસાર્યાં
ત્યાર પછી વિનયપૂર્વક તે મેલ્યું. કે મહાશય ! આપની આગળ દ્વારપાલે જે રાજાની વાત કહી છે, તે સત્ય છે. વળી આ રાજાની કુળદેવી અગ્નિક્રમમાં રહે છે, તેણીની મારાધના હાત મેં કરી હતી. પ્રસન્ન થઈ તે દેવીએ આજે મને સ્વપ્નમાં કહ્યું હતું.
હે મ`ત્રિન! હવે તું ખીલકુલ ખેદ કરીશ નહીં, પ્રભાતમાં પવિત્ર છે બુદ્ધિ જેની એવા અજાપુત્ર અહીં આવશે અને આ રાજાનુ પશુ પણું દૂર કરશે.
તે સાંભળી મેં દેવીને પૂછ્યું. એ અજાપુત્ર કાણુ છે ? અને હાલમાં તે કયાં રહે છે ? તેમજ તે કેવી રીતે અહી આવશે ?
ફરીથી દેવીએ મને કહ્યું. અજાપુત્ર અનેક પ્રકારના દેશવિદેશ જોવાની ઈચ્છાથી પૃથ્વી પર ફરતા ફરતા અરણ્યના પ્રાંત ભાગમાં રહેલા દેવાલયની અંદર હાલ રહેલા છે,
પ્રકાશના પ્રપ′ચ કરી તે તે વસ્તુ એવામાં લુબ્ધ બનેલા તે અજાપુત્રને હું પાતે જ અહી લાવીશ, એમાં તમારે કંઇ ચિંતા
કરવાની નથી.
એમ તે દેવીના આશ્વાસનથી અંતઃપુર તથા સર્વ પરિવાર સહિત અમે રાગી માણસ જેમ ઉત્તમ વૈદ્યની તેમ તમારી વાટ જોઈ બેઠા છીએ.
અમારા ભાગ્યથી ધ્રુવ ઈચ્છાએ તમારૂ આગમન થયું છે. હવે રાજાનું દુઃખ દૂર કરી આ રાજ્યને તમે સનાથ કરી.
એમ મંત્રીની વિનંતી સાંભળી અજાપુત્ર વાઘની પાસે ગયા અને અગ્નિવૃક્ષના ફલનુ ચૂણું આપી તેને માણસ બનાવી દીધેા.