________________
દિવ્યતેજ
૮૩. એમ વિચાર કરતો અજા પુત્ર શૂન્ય હદયથી ત્યાં ઉભે હતો, તેટલામાં હારથી સુશોભિત કંઠવાળે કઈ પુરુષ તેને કહેવા લાગ્યું.
હું વાનર હતે. તારા વસ્ત્રમાંથી લીધેલા ફલનું દીઠું ખાવાથી ઉત્તમ દેવસમાન હું હાલ જ આ ઉત્તમ પુરુષ થયો છું.
હે પુરુષ! કેવલ મારા હિતના માટે જ તારૂં અહીં આગમન થયું હશે. અન્યથા ભવાંતરમાં મેળવી શકાય તેવો આ માનવદેહ મને કયાંથી મળી શકે ?
માટે હે ઉપકારિ ! આ તારૂં અક્ષત ફલ તેમજ આ મારે અમૂલ્ય મૌક્તિક હાર હું તને અર્પણ કરું છું, તેને તું સ્વીકાર કર અને
આજથી મને દાસ તરીકે ગણવો, જેથી હું કૃતાર્થ થાઉં. એમ કહી વાનર પુરુષે તેને હાર તથા ફૂલ આપ્યાં. બંનેની પ્રાપ્તિથી ખુશી થયેલા અજાપુત્રે પણ તેને સ્વીકાર કર્યો અને તેને પોતાના માણસ તરીકે કરી લીધે. દીવ્યતેજ
આ ફલ પશુઓને પણ મનુષ્યત્વ આપનારું છે, એમ પિતાના હૃદયમાં નિશ્ચય કર્યો. વળી આ ફલને બહુ અલૌકિક પ્રભાવ છે. એ પ્રમાણે વિચાર કરતા તે અજાપુત્ર બહુ ચકિત થઈ ગયે.
એકલાએ પંથ કરવો યોગ્ય નથી.” એ વાકયનું સ્મરણ કરતે અજાપુત્ર વાનર પુરુષને સાથે લઈ સ્થિર મનથી આગળ ચાલતે થયો.
ચાલતાં ચાલતાં સૂર્યાસ્ત થયા. તેવામાં ત્યાં એક સુંદર અવિચ્છિન્ન દેવમંદિર આવ્યું. તે જોઈ અજાપુત્ર વિશ્રાંતિ માટે ત્યાં રહ્યો.
તેજસ્વી પણ દેવની આજ્ઞા ઉલ્લંઘન કરવા શક્તિમાન થતા નથી, એમ ડાહ્યા માણસને બેધ આપવાની જેમ સૂર્ય પણ તે સમયે અસ્ત થયો.
જ્યાં સુધી દિવસ રહે ત્યાં સુધી હું કમલ-ગુણવાન પુરુષમાં રહું છું, એમ પ્રસિદ્ધ કરતી હોય તેમ શ્રી લક્ષમીએ સાયંકાળે કમલને ત્યાગ કર્યો.