________________
ફળપ્રદાન
સજજન પુરુષે વિના સ્વાર્થે પરોપકાર માટે પ્રયત્ન કરે છે. જગતને આનંદ આપવામાં તત્પર એવા મેઘ વિગેરેને તમે શું નથી જોતા?
વળી પિતાની માફક પરનું કાર્ય જે મનુષ્ય નથી કરતા તેનું બહુ વિનથી ભરેલું આ શરીર શા કામમાં આવવાનું? અતિ ખેદની વાત છે કે, જેનામાં શક્તિ છતાં પરોપકારથી વિમુખ રહે છે.
એ પ્રમાણે ફલાથી પુરુષને સમજાવીને અજા પુત્ર જેમ જળના કુંડમાં તેમ તે અગ્નિકુંડમાં પડશે અને તેમાંથી બે ફળ લઈ તરતા જ બહાર નીકળે.
સિદ્ધની માફક તેના શરીરે બીલકુલ અગ્નિને સ્પર્શ ન થયેલ જોઈ તેઓ ચકિત થઈ ગયા અને બંદીની માફક તેની સ્તુતિ કરવા લાગ્યા. ફળ પ્રદાન
સાત્તિવક સપુરુષોમાં પ્રશંસા કરવા લાયક એક આપ જ છે, ચંદનની માફક આપને આ દેહ અન્ય જનોના તાપને શાંત કરનાર છે.
આ દુનિયામાં સ્વાર્થ સાધવામાં કુશલ એવા શુદ્ર માણસો ઘણાય છે, પરંતુ આમ્રવૃક્ષની માફક પરકાર્ય સાધવામાં પ્રવીણ તે આપ એક જ છે. એ પ્રમાણે બહુ સ્તુતિ કર્યા બાદ તેઓએ પૂછયું.
હે ઉત્તમ પુરુષ ! તમે સત્ય વાત કહે, અગ્નિí પડવાથી તમે બન્યા નહીં તેનું શું કારણ? અને બે ફળ કેવી રીતે લાવ્યા?
અજાપુત્ર છે. અગ્નિવૃક્ષ પર નિવાસ કરી રહેલી કઈ દેવીએ મને બે ફળ આપ્યાં, તે લઈ હું અક્ષત અંગે બહાર નીકળી આવ્યું.
બાદ તે પુરુષોએ એક ફળ બહુ આગ્રહ કરી અજાપુત્રને આપ્યું અને એક પિતાના પુત્રને ખવરાવી સાજો કર્યા પછી તેઓ આનંદ પામ્યા. કપિપુરુષ
હવે અજાપુત્ર ત્યાંથી આગળ નીકળે અને નગરપ્રત્યે ચાલતા થયે. બહુ આનંદથી તે જેતે હતા, તેવામાં તે માર્ગમાં પાંજિનેને આનંદ આપનાર એક તળાવ આવ્યું.