________________
વિદેશિક મહાત્મા
७८ જે મને કહેવામાં કંઈ અડચણ ન હોય, તે આ બાબત મને જણાવે.
તે પુરુષે બેલ્યા. ભાઈ ! તું બાલક છે. અમારું કામ બહું મોટું છે. તેથી તેને શું કહીએ! તારાથી આ કાર્ય બની શકે તેમ નથી.
અજાપુત્ર છે. મોટું કામ મોટાઓ જ કરે, નાને માણસ ન કરી શકે, એમ તમારૂં જે ધારવું છે, તે તદ્દન ખોટું છે. મોટા માણસ જે કાર્ય ન કરી શકે, તે કાર્ય નાને માણસ પણ કદાચિત કરે છે,
મોટા ભાલાઓથી જે પત્થર તુટતા નથી, તેજ પત્થરને શું ટાંકણ તોડી શકતાં નથી ?
એ પ્રમાણે તે બાલકનું ચમત્કારી વચન સાંભળી વિસ્મિત થયેલા તે પુરુષ બેલ્યા.
ભાઈ ! એવી તારી હીંમત હોય તે અમારી હકીક્ત તું સાંભળ. વૈદેશિક મહાત્મા.
સર્વ સમૃદ્ધિએથી ભરપુર અને નિષ્કપ-ભય રહિત ચંપા નામે નગરી છે, તેની અંદર અમે ચારે ભાઈએ રહીએ છીએ.
એક બીજા પર અમારે નેહ બહુ સચેટ રહે છે અને હંમેશાં એક એકની આબાદી ઈચ્છીએ છીએ. અમારે આ નાને ભાઈ છે. તેને ઘણું ઉપાયે કરવાથી એક પુત્ર થશે. તેની બુદ્ધિ બહુ જ પવિત્ર અને કાંતિ જોતાં સુવર્ણ સમાન દીપે છે.
એક દિવસે તેને બહુ જ અસાધ્ય વ્યાધિ પ્રગટ થયે. સેંકડો વિદ્ય લેકોએ ઉપચાર ઘણા કર્યા પણ કિંચિત માત્ર તેને આરામ થનહીં.
તેમજ હકિમ વિગેરે અન્ય લોકોએ પણ તેના આરામ માટે ઘણા ઉપાયે કર્યા છતાં પણ દુર્જનને વિષે સત્કારની માફક તે સર્વ પ્રયાસ વ્યર્થ નીવડયા.
અમે ચારે ભાઈઓ તે ચિંતા સાગરમાં માછલીઓની માફક તરફડતા હતા. તેવામાં પોતાના પૂર્વજની માફક કેઈ એક દયાલુ દેશિક મહાત્મા આ.