________________
७८
કુમારપાળ ચરિત્ર
એમ વિચાર કરતાં તેના જાણવામાં આવ્યુ કે, આ દેવીની વાણીથી તે રાજાના મનમાં ભય ઉત્પન્ન થયા, જેથી એણે પેાતાના રાજ્યનું રક્ષણ કરવા માટે મને પેાતાના દેશમાંથી કાઢી મૂકયા.
જીવિત અને રાજ્ય, એ ખ'ને મનુષ્યાને બહુ જ પ્રિય હાય છે. જેના માટે ડાહ્યા માણસેા પણ અતિશય અનુચિત કાર્યાં કરે છે. અરે ! આ મનુષ્યકીટથી શું થવાનું છે ? આ દુનિયામાં એક પરાક્રમ જ બસ છે, જેથી આવા પાપીઓના સહાર કરી ખલિષ્ઠ રાજ્ય તામે કરાય છે. એમ વિચાર કરી દૌય વડે મનને દૃઢ કરી તે અજાપુત્ર સિ'હુની માફક નિર્ભીય થઈ આગળ ચાલતા થયા.
ઘેાર લનમાં પ્રયાણ કરતા નીડર એવા પણ સિંહાર્દિક પ્રાણીઓ બહુ પરાક્રમવાળા અજાપુત્રના દર્શીનથી રક બની ગયા અને ચિત્રામણમાં આલેખ્યાની માફક સ્થિર થઇ ગયા.
વન ફુલથી આહાર વૃત્તિ ચલાવતા અને શુદ્ધ તરુવરીની છાયામાં વિશ્રામ પણ તે લેતા હતા. એમ કરતાં તે અજાપુત્ર તપસ્વી જેમ સંસારના પારને પામે તેમ વનના પ્રાંત ભાગમાં આવી પહાંચ્યા.
ત્યાં આગળ એક નગરી તેના જોવામાં આવી. તેથી તે બહુ ખુશી થયા અને તરત જ તે નગરીને ઉદ્દેશી ચાલતા થયા. માર્ગમાં ચાલતાં એક યક્ષનુ મંદિર આવ્યું. તેની શાભા બહુ મનાહર હતી.
તેની નજીકમાં એક અગ્નિનો કુંડ હતા. તેમાંથી ચારે તરફ અગ્નિની જવાલાએ નીકળતી હતી. તેની આસપાસ ચાકીદારની માક ચાર પુરુષા ઉભા હતા.
પીન માત્ર ધારણ કર્યાં હતાં. સુખ પણ શ્યામ હતાં એવા દીન અવસ્થામાં આવી પડેલા તે પુરુષાને જોઇ ચકિત થયેલા મજા. પુત્ર નિખાલસ બુદ્ધિથી તેમને પુછવા લાગ્યા.
હું મહાશયે ! આ અગ્નિ કુંડ શા માટે તમે આવી આકૃતિએ અહી` શા માટે ઉભા છે ? તમે કાણું છે ?
યે છે?