________________
૭૬
કુમારપાળ ચરિત્ર અનુક્રમે બાલવયમાં પણ તેનું તેજ બહુ વધવા લાગ્યું. જેથી તે બાળક જગતને જીતનાર અપૂર્વ તેજના સમૂહથી જેમ સૂર્ય દિવસના કર્તાપણાને એગ્ય થાય છે, તેમ રાજ્યની ગ્યતાને લાયક દેખાવા લાગ્યા.
વળી વૃદ્ધિ પામતા સર્વે ગુણરૂપી વૃક્ષમાં વસંતની માફક તે બાલકની અંદર રસની માફક બહુ અદ્દભુત પ્રકારનું સત્વ-પરાક્રમ પ્રાપ્ત થયું.
વિના પ્રયાસે પણ તેના હૃદયમાં નિર્મલ જલથી ભરેલા સરેવરમાં ચંદ્રબિંબની માફક સર્વ કલાઓ ફેરવા લાગી. દેવીવચન
એક દિવસ તેના પિતાને તાવ આવ્યો, જેથી તે બકરાને ચારવા જવા માટે અશક્ત થયે એટલે તેની આજ્ઞાથી તે અજાપુત્ર બકરાંના ટેળાને લઈ અરણ્યમાં ચારવા માટે ગયે. ને ત્યાં આગળ તે બકરીઓ પિતાની ઈચ્છા પ્રમાણે ચરવા લાગી અને અજાપુત્ર બહુ આનંદથી એક વડની છાયામાં બેઠે.
તેવામાં બહ વિશાળ તે વડની નીચે શિકારના પ્રયાસથી શ્રમિત થયેલ ચંદ્રાપીડ નામે તેજનગર રાજા આવ્યું. તેની કાંતિ ચંદ્રસમાન દીપતી હતી.
બહુ શ્રમ લાગવાથી તે રાજા પોતાના પરિવાર સહિત સુંદર વડની છાયામાં બેઠે.
તેટલામાં દિવ્ય કાંતિથી દિશાઓને પ્રકાશિત કરતી કોઈ એક દેવી પ્રગટ થઈ અને તરત જ તે બેલી.
હે રાજન્ ! આ અજાપુત્ર લાખ સૈનિકોને અધિપતિ થશે અને તે બાર વર્ષ પછી તેને મારીને આ નગરને અધિપતિ થશે. એમ કહી તે દેવી અંતર્ધાન થઈ ગઈ
ત્યાર પછી રાજાની દષ્ટિ અજા પુત્ર તરફ ગઈ. બહુ શોચવા લાયક તેની દશા જોઈ રાજાના મનમાં ગર્વ છે કે,