________________
અજાપુત્ર
૭૫
અશ્રુ પ્રવાહથી વક્ષસ્થલને તથા સ્તનમાંથી ઝરતા દુધવડે પૃથ્વીને સિંચન કરતી, વારંવાર તે બાલકના મસ્તક પર ચુંબન કરતી, તેણીએ રત્નની માફક કેઈક જગાએ તેને મૂકી દીધું. અને તે સ્ત્રી પોતાને ઘેર આવી.
તેટલામાં ત્યાં એક અજા–બકરી આવી તે આ બાળકના પૂર્વ જન્મની માતા હતી. માર્ગમાં પડેલા બાળકને જોઈ તે તેની પાસે ગઈ, કે તરત જ પૂર્વસંબંધને લીધે તેણીના સ્તનમાંથી દૂધ કરવા લાગ્યું. તે દુધ બાળકના મુખમાં પડવાથી કંઈક તેને શાંતિ થઈ. અજાપાલ
બકરીની પાછળ આવતા વાગભટ નામે વાળના જોવામાં આ સઘળી હકીક્ત આવી. તેથી તેને દયા આવી અને તરત જ તે બાળકને લઈ ઘેર ગયે.
તેણે પોતાની સ્ત્રીને તે બાળક અર્પણ કર્યો. અજાપાલની તે સ્ત્રી પણ પિતાને પુત્ર નહીં હોવાથી તેને પુત્ર તરીકે પાલવા લાગી. તૃષાતુર માણસને પાણી મળવાથી જેમ તે સ્ત્રી પુત્ર મળવાથી બહુ જ આનંદ પામી.
આ ઉપરથી માત્ર આ દુનિયામાં દેવને મહિમા સ્તુતિ કરવા લાયક છે. વિપત્તિ કે સંપતકાળમાં પણ અન્ય કેઈ સમર્થ થઈ શકતે નથી.
કારણ કે જો કે, તરત જ આ બાળકને તેના માતા પિતાએ જંગલમાં મૂકી દીધે, તેમજ અજાપાલને ત્યાં તેને ફરીથી તેજ વખતે સમાવેશ થયે, તેનું કારણ ખાસ દેવ જ થયું.
હવે વાગભટ અને એની સ્ત્રીએ વિચાર કર્યો કે, આ બાળકને અજા–બકરીએ દુધ પાન કરાવ્યું, તેથી એનું નામ અજા પુત્ર પાડવું જોઈએ, એમ જાણી બહુ ઉમંગથી તેઓએ તે નામ જાહેર કર્યું. | સર્વગુણોનો આશ્રય અને પૂર્વાજિત પુણ્યને લીધે ભવિષ્ય કાળમાં અત્યંત સંપત્તિના પાત્રરૂપ તે બાળક અજાપાલને ત્યાં જળમય ભૂમિમાં જેમ કમળ તેમ વૃદ્ધિ પામવા લાગે.