________________
૭e
કુમારપાળ ચરિત્ર ' તે રાણી બહુજ પ્રેમાળ, સદ્દગુણોથી સુશોભિત અને શરીરની કાંતિવડે સાક્ષાત્ લક્ષમી સમાન દીપતી હતી.
તેમજ વિદ્યમાન છતાં પણ અસ્થિર અને બાહ્ય એવા અલંકારોને ત્યાગ કરી અંતરંગ અને સ્થિર શીલરૂપ આભૂષણથી તે પિતાનું અંગ ભાવતી હતી.
તેણીની સાથે ત્રિભુવનપાળ નરેશ લક્ષમી સાથે વાસુદેવ જેમ આનંદ પૂર્વક વિષયસુખ ભગવતે હતે.
અન્યદા પ્રજાની ઉન્નતિ માટે ક્ષેત્રભૂમિ જેમ બીજને તેમ કમીર દેવીએ ગર્ભ ધારણ કર્યો.
બાદ તે શુભ ગર્ભના પ્રભાવથી સમુદ્ર સુધી પૃથ્વીનું રક્ષણ, પ્રાણીઓને અભયદાન અને સાતે વ્યસને નિષેધ કરાવવાની રાણીને ઈચ્છા થઈ.
બહુ પ્રેમને લીધે રાજાએ તે દેહલા પૂર્ણ કર્યા. ગર્ભના દિવસે પૂર્ણ થવાથી દ્વિતીયા તિથિ જેમ ચંદ્રને તેમ રાણીએ પુત્ર પ્રગટ કર્યો.
તે સમયે આકાશવાણી થઈ. આ બાલક બહુ પરાક્રમી અને ગુણવાન થશે. વળી પૃથ્વીને જીતી ધર્મનું સામ્રાજ્ય મેળવશે.
બહુ વિશાલ તે બાલકના શરીરની કાંતિ વડે સૂતિકાગ્રહના દિવાઓ હડતાલ સરખા નિરતેજ થઈ ગયા.
તેના જન્મ સમયે મનુષ્યોને આનંદ થાય તેમાં શી નવાઈ? પરંતુ પવનથી કંપતી ધજાઓ રૂપી હાથ વડે નગર પણ અતિ આનંદથી નૃત્ય કરતું હોય તેમ દીપવા લાગ્યું. બહુ હર્ષ ઉલ્લાસપૂર્વક જન્મોત્સવ થયે.
ત્યાર પછી આ કુમાર કાર્તિકેયની માફક પરાક્રમી થશે, પૃથ્વીનું પાલન કરશે, એમ જાણી ત્રિભુવનપાલે તે બાળકનું કુમારપાલ એવું નામ પાડયું.
અમૃતના પૂરની માફક તે બાલકના મુખની કાંતિરૂપ રસનું અતિશય પાન કરતાં રાજા અને રાણી બહુ આનંદ પામતાં હતા.