________________
ધર્મ દેશના
ત્યાર પછી અભયંકર મુનિ વૈરાગ્યભાવથી અતિ દુસ્તપ તપશ્ચર્યા કરવા લાગ્યા.
તપશ્ચર્યારૂપ તીણ કુઠાર વડે પ્રાચીન દુષ્કર્મરૂપી જંગલને મૂલમાંથી ઉચ્છિન્ન કરી કેવલજ્ઞાન પામ્યા.
ત્યાર પછી ઘણા લોકોને બેધ આપી વિશુદ્ધ પરિણતિ વડે તેઓ મેક્ષ પદ પામ્યા.
હે સિદ્ધરાજ નરેશ! અભયંકર ચક્રવતીએ કરેલા ઉપકારમય ધર્મથી આવા મહાપદની પ્રાપ્તિ માની હંમેશાં પોપકાર કરે, એ તારે ભૂલવું નહીં.
આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ગુરુની વાણી સાંભળી દયાળુ એવા તે જયસિંહ રાજાએ ગુરુ સમક્ષ પિતાના હૃદયમાં પરોપકાર વ્રતને નિશ્ચય કર્યો અને તે વ્રતને ઉત્તમ માનતે હંમેશાં તેનું આચરણ કરવા લાગે.
આ પ્રમાણે ઉત્તમ વાણીરૂપ કીરણવડે જયસિંહ નરેશ અનેક સંશય રૂ૫ અંધકારને દૂર કરતા અને જૈન મતરૂપી કમલને વિકસવર કરતા સૂર્યની માફકશ્રી હેમચંદ્ર આચાર્ય દીપતા હતા. કુમારપાળ જન્મ
વિવિધ સંપદાઓથી પરિપૂર્ણ દધિસ્થલી નામે નગરી છે, તેની અંદર પિતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ ત્રિભુવનપાલ નામે રાજા હતો.
તે સંપત્તિઓ વડે કુબેર સમાન પ્રખ્યાત હતા. જેના નિર્દોષ માનસ-મનમાં સજજન પક્ષનું અવલંબન કરનાર ધર્મ હંમેશાં માનસરેવરમાં ઉજવળ પાંખવાળા રાજહંસની માફક વિલાસ કરતા હતા.
શત્રુઓના વધથી રૂધિર વડે લાલ કાંતિને ધારણ કરતી તરવારરૂપી વેલડી સંગ્રામ ભૂમિમાં બહુ રાગથી મનહર અને મૂર્તિમાન જય લક્ષમી હોય તેમ તેના કરકમલમાં શોભતી હતી.
તેની સ્ત્રીનું નામ કમીરદેવી હતું.