________________
૭૨
કુમારપાળ ચરિત્ર ત્રણે પુત્ર વડે ત્રિભુવનપાલની કીર્તિ ત્રણે લોકમાં પ્રસરી ગઈ. બાદ એક દિવસ કુમારપાલ પાટણમાં ગયા. ગુરુસમાગમ
ત્યાં જયસિંહરાજાની પાસે બેઠેલા શ્રી હેમચંદ્રસૂરિનાં દર્શન થયાં. આ મહાન પુરુષ સર્વ કલાઓના જાણકાર છે, એમ જાણ બહુ વિનયભાવથી કુમારપાલ હંસ કમલવનની જેમ તેમની સેવા કરવા લાગે.
એક દિવસ ગુણનું વ્યાખ્યાન ચાલતું હતું. તે સમયે કુમારપાલે આચાર્ય મહારાજને પૂછ્યું.
દરેક ગુણમાં કયા ગુણની મુખ્યતા જાણવી?
ત્યારે શ્રી હેમચંદ્ર આચાર્ય બેલ્યા. સર્વ ગુણેમાં સત્વગુણ ખરેખર સાર્વભૌમ તરીકે ગણાય છે.
અન્ય સર્વ ગુણો જે સત્વગુણની પાછળ કુલવાન નેકરોની માફક દોડે છે. એક સત્વગુણ સિદ્ધ થવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. અન્ય ગુણે એની આગળ વૃથા છે.
જે સવગુણથી ચિંતામણિ રત્નની જેમ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. વ્યસન-દુઃખ રૂપી સાગરમાં પડેલ પ્રાણી અજાપુત્રની માફક સત્વગુણવડે લક્ષમીને ભક્તા બને છે. વળી તે અજાપુત્રની પ્રાચીન કથા હું કહું છું, તે તું સાંભળ. અજાપુર
આ જંબૂદ્વીપમાં ભારત નામે ક્ષેત્ર છે. તેમાં ચંકાનના નામે નગરી છે. જેની સંપત્તિઓ રવર્ગલેકની સમૃદ્ધિએને ઉલંઘન કરે છે.
આ નગરીની અંદર શિવ-શિવા-શુભ કાર્ય–પાર્વતીથી યુક્ત, વિશાલ ભૂતિ-સમૃદ્ધિ-ભસ્મને ધારણ કરતા, ભેગ-વિલાસ-સર્ષથી અલંકૃત, વૃષધર્મ–વૃષભ પર બહુરાગી અને મહેશ–ધનાઢય શંકરની લીલાને ધારણ કરતા લોકો વસે છે.
પણ આશ્ચર્ય માત્ર એટલું હતું કે, કોઈ પણ માણસ તેમાં વિવાદી દુખ વિષભક્ષી નહે.