________________
કુમારપાળ જન્મ
૭૧
કદાચિત્ પુત્ર પણ વિનયહીન થાય તે અગ્નિની માફક સમગ્ર કુલને નાશ કરે છે અને તેજ પુત્ર કલાવન થાય તે ચંદ્રની માફક શંકરના મસ્તક પર પણ વિલાસ કરે છે. એમ વિચાર કરી પિતાએ પ્રેમપૂર્વક શસ્ત્ર અને શાસ્ત્રવિદ્યામાં બહુ જ કુશલ કર્યો.
ત્યાર પછી તે કુમારપાળે અદ્ભુત કાંતિમય યૌવન અવસ્થામાં પ્રવેશ
કર્યો.
स्थैर्य मेरुगिरिमतिं सुरगुरुर्गा भीर्यमभ्भोनिधिः,
सौम्यत्व शशभृत्प्रतापमरुणः शौर्य च पञ्चाननः । औदार्य त्रिदशद्रुमः सुभगतां कामः श्रियं श्रीनिधि
न ढोकयतिस्म योवनपदे दष्ट्वा कुमार स्थितम् ॥१॥ “તે સમયે યુવાવસ્થાને દીપાવતા કુમારને જોઈ મેરૂ પર્વતે સ્થિરતાગુણ, બૃહપતિએ બુદ્ધિ, સાગરે ગાંભીર્ય, ચંદ્રમાએ મૃદુતા, રવિએ પ્રતાપ, સિંહે પરાક્રમ, કલ્પવૃક્ષે ઉદારતા, કામદેવે મનોહરતા અને કુબેરે લક્ષમી અર્પણ કરી.”
ત્યાર પછી તેના પિતાએ પલદેવી નામે કન્યા સાથે તેને પર ણાવ્યો. તેણીની સાથે તે હંમેશા પતિ સાથે જેમ કામદેવ તેમ ભેગવિલાસ કરતો હતો.
વળી તે ત્રિભુવનપાલને બીજા બે પુત્ર હતા. એકનું નામ મહીપાલ અને બીજાનું નામ કીતિપાલ હતું. તે બંને ભાઈઓ માનની લાગણી ધરાવતા હતા. તેમજ પ્રેમલદેવી નામે એક તેને પુત્રી હતી.
તે દેવીની માફક દીવ્યકાંતિથી દીપતી હતી. તેને તેના પિતાએ મેટા ઉત્સવથી કૃષ્ણદેવ સાથે પરણાવી.
વળી તેને બીજી પુત્રી દેવલ દેવી નામે બહુ સૌંદર્યનું સ્થાન ગણતી હતી. તેને શાકંભરી નગરીના અધિપતિ અર્ણોરાજની સાથે પરણાવી.
એ પ્રમાણે સાક્ષાત ધર્મ, અર્થ અને કામની મૂર્તિ સમાન