________________
નૃસિંહરાજા
૬૫
સજજનેએ કરેલો ઉપકાર વિપત્તિને દૂર કરે છે. કીર્તિને પ્રગટ કરે છે. વરને ઉચછેદ કરે છે. લોકોમાં માન વધારે છે. લક્ષ્મીને વશ કરે છે. દયામૂલક ધર્મને ઉત્પન્ન કરે છે અને સર્વત્ર મહદયને ફેલાવે છે.
વળી કોઈપણ વસ્તુ એવી નથી કે, જે પરોપકારથી સિદ્ધ ન થાય. પછી મણિચૂડે કહ્યું, હે રાજન્ ! આપના પ્રભાવથી મને સિદ્ધિ મળી છે.
હે દેવ! મારા પુણયને લીધે જ આપને જન્મ થયો હશે, કારણ કે આ મારી સિદ્ધિ તે દૂર રહી પણ આપ ન હોત તે મારા પ્રાણ પણ તુલની માફક દેવીના કેધરૂપી પવનથી ઉડી જાત,
વળી હે નરેંદ્ર ! મૃત્યુના મુખમાંથી કેવળ આ સ્ત્રીનું જ તે રક્ષણ કર્યું છે એમ નહીં,
પરંતુ સ્ત્રી હત્યાના મહાપાપથી મારે પણ ઉદ્ધાર કર્યો.
પિતાના દેહથી નિઃસ્પૃહપણે સર્વ લોકેનો તમે ઉપકાર કરે છે અને પરોપકારને માટે જ ચંદનની માફક સર્વસ્વને વ્યય કર્યો છે. માટે આપ ચિરકાલ આનંદ પામો.
હે રાજન ! દુઃખી થયેલાં મારાં માતાપિતાને પિતાના દર્શનારૂપ અમૃતનું સિંચન કરી હું ફરીથી આવીશ.
એ પ્રમાણે અભયંકર રાજાની આજ્ઞા લઈ મણિર્ડ વિદ્યાધર પિતાના સ્થાનમાં ગયે.
ત્યારપછી અરિકેસરી રાજાના મંત્રી વિગેરે સર્વ લોકે નવીન તૂપની માફક બહુ આનંદ આપતા રાજાને પ્રણામ કરવા લાગ્યા. - ત્યાર પછી બહુ વિનયપૂર્વક તેઓએ પિતાના નગરમાં જવા માટે રાજાને પ્રાર્થના કરી, પછી રાજાએ પણ તેમના કહેવા પ્રમાણે તૈયારી કરી. કારણ કે “મહાત્માઓ અન્યની પ્રાર્થનાને ભંગ કરતા નથી.”
પોતાના દર્યનો પરાજય થવાથી સેવા માટે આવેલા મેરૂપર્વત હોય ને શું ? તેવા ઉન્નત અંગવાળા હાથી પર રાજાએ સવારી કરી.
તેમજ તેના મસ્તક પર પૂર્ણિમાના ચંદ્રના ગર્વને અપહાર