________________
કુમારપાળ ચરિત્ર શત્રુરૂપ હસ્તીઓને વિદારવામાં સિંહ સમાન અરિકેસરી નામે દેવસમાન રાજ્ય કરતે હતે.
શત્રુરૂપ વાંસડાઓને બાળવાની ઈચ્છા કરતા જેના પ્રતાપરૂપી અગ્નિને અતિપ્રબલ એવું શૌર્ય પવનની સહાય આપતું હતું.
તે રાજા હાલમાં સ્વર્ગવાસી થયે છે, તેથી તેમનું રાજ્ય સ્વામી વિનાનું સાયંકાલના વાદળ સમાન થઈ ગયું છે.
ત્યારબાદ તેના સુમિત્ર મંત્ર વિગેરે પ્રધાનવર્ગે ભેગા મળી અપરાજીતા કુલદેવીની આરાધના કરી, પ્રસન્ન થઈ કુલદેવીએ આજ્ઞા કરી છે.
તે રાજ્યને લાયક આપે છે અને તે દેવીના કહેવાથી આપને તેડવા માટે અમે અહીં આવ્યા છીએ.
આપના દર્શનથી આ સૈન્યને તથા અમને બહુ આનંદ થયે છે.
વળી આ રાજ્યલક્ષમીપના આશયથી ઈદ્ર સહિત સ્વર્ગશ્રીની માફક પ્રકાશિત થાઓ.
હે નરદેવ ! હું અરિકેસરી રાજાને વંશપરંપરાને મંત્રી છું. મારું નામ પ્રજ્ઞાક છે, આ હકિકત નિવેદન કરવા માટે હું આવેલ છે.
એમ વિનતિ કરી તે મંત્રી મૌન રહ્યો, એટલે તરત જ તે અપરાજિતા દેવીએ ત્યાં જ સુવર્ણમય સિંહાસન પર અભયંકર રાજાને બેસારી રાજયાભિષેક કર્યો.
તેમજ તે યોગીની પાસમાંથી બચાવેલી કન્યા રાજાને આપીને તે દેવી અંતર્ધાન થઈ ગઈ. જુઓ “કરેલે ઉપકાર અભયંકર રાજાને તે વખતે સફલ .”
અહે! પરે પકારને પ્રભાવ? हरति विपदं सूते कीर्ति निकृन्तति वैरितां,
जनयति जने मानाधिक्य, वशीकुरुते रमाम् । मदयति दयासारं धर्म', तनोति महोदय,
किमिव सुधियां नाधत्तेऽसौ परोपकृतिः कृता ॥१॥