________________
૪૮
કુમારપાળ ચરિત્ર કારણકે બળ માત્રની ઈચ્છાવાળા આ રાજાને ખગસિદ્ધિ આપવા માટે આપે કબુલ કર્યું.
કેઈપણ બુદ્ધિમાન પુરુષ એ ન હોય, કે માત્ર એક રાત્રી રહેવાની ઈચ્છાવાળાને ઘરનું દાન કરે.
અથવા ફળ માગનારને બગીચે અર્પણ કરે અને દુધ માગનારને ગાયનું દાન કરે !!!
વિશ્વને જય કરનારી આવી ખડગવિદ્યાને ક્ષણ માત્રમાં કેણ આપે? કારણ કે સ્વર્ણસિદ્ધિની માફક સદ્વિદ્યા તે સજજનેને પણ
દુર્લભ છે.
તે સાંભળી અભયંકર રાજા બોલ્યા, મંત્રિન ! તારું કહેવું સત્ય છે, પરંતુ તેણે તે જ વિદ્યા મારી પાસેથી માગી છે, હવે મારે શું કરવું ?
વિદ્યા પણ સત્પાત્રને આપવામાં આવે તે તે સ્થિર થાય છે અને તે પિતાની પાસે રહેવાથી ટકી શકતી નથી.
દૃષ્ટાંત તરીકે, શંકરને અર્પણ કરેલી ચંદ્રની કળા હંમેશાં સ્થિર હોય છે અને તેની પાસમાં રહેલી કલાઓમાં વારંવાર અસ્થિરતાં ખુલ્લી રીતે દેખવામાં આવે છે.
વળી બહુ કલેશથી મેળવેલી કલા અને લક્ષ્મી બને પણ જે લાંબા વખત બીજાઓને ઉપયોગમાં ન આવે તે તે વૃથા છે.
એમ સુમતિ મંત્રીને સારી રીતે સમજાવ્યા બાદ રાજાએ બલ-રીન્ય સહિત ખડગસિદ્ધિ આપી નૃસિંહરાજાને શત્રુ તરફ લડાઈ માટે મોકલ્યો.
નૃસિંહરાજાએ પણ વિદ્યાના બળથી બહુ શૂરવીર બની ઘનવાહન રાજાને છતી વિના પ્રયાસે શત્રુના રાજ્ય સાથે પોતાનું રાજ્ય લઈ લીધું.
પછી નૃસિંહ રાજા ફરીથી નિષ્ક ટક રાજ્ય સુખ ભેગવવા લાગે. “જળમાં રહેલી ઉણુતાની માફક સજજનેની દુર્દશા ક્ષણ માત્ર હોય છે.”