________________
૫૪
કુમારપાળ ચરિત્ર
વળી “સિંહ અને પુરુષને દેશાંતર જતાં અન્ય સહાયની અપેક્ષા રાખતા નથી.”
તેજવી પુરુષોને આ સ્વભાવ જ હોય છે. મારી સાથે ચાલવાથી તમને નકામે પરિશ્રમ થાય છે. અને મને પણ પગ બંધન છે, માટે હવે મહેરબાની કરી તમે અહીં ઉભા રહે તે બહુ સારું,
એમ કહી મંત્રી વિગેરેને ત્યાં ઉભા રાખ્યા અને ઘનવાહન રાજાને પૂછીને અભયંકર રાજા એકલે તીર્થયાત્રા માટે ચાલતે થયે.
માર્ગમાં ચાલતા રાજાને વેલીઓને નચાવવામાં લાચાર્ય સમાન, પુષ્પોની સુગંધને હરણ કરવામાં ચેર સમાન અને સરેવરના બિંદુઓથી શીતલતાને વહન કરતો પવન સેવત હતે.
દરેક તીર્થોને નમન કરતે, જિદ્ર ભગવાનની પૂજા કરતા અને પિતાની શક્તિ મુજબ તપશ્ચર્યા કરતે તે રાજા બહુ સુકૃત ઉપાર્જન કરવા લાગ્યા. સિદ્ધિયેગી
એ પ્રમાણે પૃથ્વી ઉપર ફરતે ફરતે અભયંકર કઈ એક પર્વતની ગુફામાં જઈ પહોંચે. સૂર્યાસ્ત થઈ ગયે. ઘોર અંધારૂ પ્રસરી ગયું. એકાકી છતાં તેનું મન બહુ અડગ હતું. દૌર્ય રાખી આમ તેમ ફરતા હતા. તેવામાં બહુ દૂરથી નીકળતે કરૂણ શબ્દ તેના સાંભળવામાં આવ્યો. કે તરત જ વિચારમાં પડ્યો.
અરે! આ શૂન્ય પર્વતની ગુફામાં કેણ રોતું હશે! રાત્રીના પ્રસંગે અહીં માણસ કયાંથી? અને આ શબ્દ કોઈ માણસને હવે જોઈએ. ચાલે ત્યાં જઈ હું તપાસ કરું, એમ વિચાર કરી રાજા તે શબ્દને અનુસાર આગળ ચાલ્યા.
તેવામાં ત્યાં બળતા અગ્નિને એક કુંડ તેના જેવામાં આવ્યો અને તેની પાસમાં ઉભેલી એક સ્ત્રી હતી.
જેના શરીરે રકત ચંદનને લેપ કર્યો હતે.