________________
૫૮
કુમારપાળ ચરિત્ર
હું વિષ્ણુધ ! એમ કરવાવી વિદ્યાદેવી તને પ્રસન્ન થશે. આ સ્ત્રી.જીવતી રહેશે અને મારા સત્કાર પણ સારી રીતે સચવાશે, પછી મણિચૂડ ખેલ્યુંા, હું નરેન્દ્ર ! આ તારૂં સમજવું ભૂલ ભરેલું છે. કારણ કે એક સ્ત્રીને માટે ચક્રવત્તી ને લાયક આ શરીરના ત્યાગ કરવા તુ તૈયાર થયા છે.
આ સ્ત્રીનું રક્ષણ કરવાથી તે જીવતી રહીને અસાધ્ય કાય શુ કરી શકશે ? વળી તું જીવતા હઈશ તે પિતાની માફક હુંમેશા પ્રજાનું રક્ષણ કરીશ.
તેમજ તું પાતાના શરીરને બદલે આ સ્ત્રીને બચાવવાની ઈચ્છા કરે છે તે કાટીને આપીને એક પાષાણના ટુકડા લેવાની ઈચ્છા કરે છે.
અપ વસ્તુના બદલે જે વધારે લે છે, તે બુદ્ધિમાન્ ગણાય, પણ એનાથી વિપરીત કરનારને તા મૂખના શિરામણ ગણાય.
તે સાંભળી પેાતાના દાંતની સુંદર કાંતિના મિષથી હૃદયમાં ઉછળતા દયા રૂપી ક્ષીરસાગરને ખતાવતા હોય તેમ રાજા ફરીથી ખેલ્યા.
હું ચાગી'દ્ર ! આ તારાં વચન સ્નેહને ઉચિત છે, પણ ધર્મ'ને ઉચિત નથી.
પેાતાના પ્રાણાથી પણ અન્ય જીવેાના બચાવ કરવા, એ મેાટામાં મોટા ધમ છે.
વળી આ દેહને સારી રીતે નવરાવા, ચંદનના લેપ કરો, અલકારાથી શણગારા અને સારા ભેજનથી તૃપ્ત કરી, પણ તે ખલની માફક પેાતાના સ્વાધીન કોઇ દિવસ થવાના નથી.
તેમજ જે શરીરની આખર સ્થિતિ કૃમિ–કીડા અથવા ભસ્મ થાય છે, તેા તેના બદલે હુ' પરાપકાર કરૂ છું, તેમાં મારી અણુ-સમજ શી છે?
તે
ગે।થી ભરેલા શરીરવડે જે પુરૂષ સુકૃત મેળવે છે, પ્રાણુનાશક વિષને બદલે અમૃતરસ ખરીદે છે.