________________
૫૬
કુમારપાળ ચરિત્ર
પછી યાગીએ કહ્યું,
રાજન્! આવા ઉત્તમ લક્ષણૈાથી તું પણ ચક્રવત્તી દેખાય છે, સામાન્ય નથી.
વળી આ વધ કરવા તે અયેાગ્ય છે, પરંતુ મારૂ વાકય સાંભળ પછી એના ખચાવના તું વિચાર કર.
તારા સરખા મહાત્માની આગળ ગુપ્ત વાર્તા કહેવા માટે હરકત નથી,
મણિચૂડ વિદ્યાધર
વૈતાઢથ પવ તની ઉત્તર શ્રેણીમાં શ્રીશ્થનૂપુર નામે નગર છે. તેમાં વિદ્યાધરાનેા અધિપતિ રત્નચૂડ નામે રાજા છે. નિષ્કલ’ક ચંદ્રની રેખા સમાન રત્નમંજરી નામે તેની સ્ત્રી છે. મણિચૂડ નામે પ્રખ્યાતિ પામેલા હુ તેના પુત્ર છું,
અપરાજિતા નામે અમારા ફુલની વિદ્યા છે. તે બહુ સુખદાયક હાવાથી સાક્ષાત્ સિદ્ધિની માફક તેના આરાધન માટે મેં પ્રારંભ કર્યાં હતા.
શુદ્ધ જગાએ એસી હું જાપ કરતા હતા. સમાપ્તિના દિવસે દીવ્ય સ્વરૂપ ધારણ કરી વિદ્યાધિષ્ઠાત્રી તે દેવી મને પ્રયત્યક્ષ થઈ, જેનુ સ્વરૂપ વિજળી સમાન ચળકતું હતું.
તે ખેાલી, હે વત્સ ! ઉચ્છળતા તરંગવાળી ગંગાને સ્થિર કરનાર આ તારી સેવાથી તને વર આપવા માટે હું પ્રસન્ન થઈ છે. પરંતુ અળતા અગ્નિ કુંડમાં મંત્રીશ લક્ષણી સ્ત્રી અથવા પુરુષના હામ કરી તુ વરદાન માગ, જેથી તને ઈચ્છિત સિદ્ધિ હું આપીશ.
મારી પ્રસન્નતા માટે આ કાર્ય તું નહી કરે તેા પાકેલા ચિભડાની માફક તારૂ' મસ્તક જરૂર ફુટી જશે.
એ પ્રમાણે દેવીનુ વચન મે' કબુલ કરી સ્વાર્થ સિદ્ધિ માટે અત્રીસ લક્ષણી સ્ત્રીની શોધ માટે હું પૃથ્વીપર ફરવા નીકળ્યા.
તપાસ કરતા કરતા અહિપુર નગરમાં હુ· ગયા. ત્યાં તે નગરના