________________
પ૭
મણિર્ડ વિદ્યાધર રાજાની યથેકત લક્ષણવાળી આ કન્યાને જોઈ હું તેને અહીં લાવે છું. અને કેવીને માટે હાલમાં હેમ કરવાની મારી ઈચ્છા છે.
માટે હે રાજન ! એને છોડાવીને તું મારી સિદ્ધિને શા માટે નાશ કરે છે?
હર્ષની વાત તે એ છે કે, સજજન પુરુષો સ્વાર્થની માફક કદાપિ પરકાર્યને નાશ કરતા નથી.
ખરેખર એકનું કાર્ય બગાડવું અને બીજાનું સુધારવું એ ધર્મ સમાન દષ્ટિવાળા પુરુષોએ કઈ સ્થળે માન્ય કર્યો નથી.
વળી પિતાનું ઉદર ભરનાર આ સ્ત્રીને જ તું પ્રિય માને છે, ઘણું લેકને ઉપકાર કરનાર હું રાજપુત્ર તારા હિસાબમાં નથી
એ પ્રમાણે ગીનાં વચન સાંભળી અભયંકર બે.
તારું કહેવું ઠીક છે. પરંતુ આ સ્ત્રીને વધ કરે તે તને લાયક નથી કારણ,
સ્ત્રી વધ કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે. જે પ્રાણીને વધ કરવાથી સિદ્ધિ થાય તેવી સિદ્ધિથી શું ફળ?
વળી જે હિંસા કરવાથી પ્રાપ્ત થાય તેવી લક્ષમીથી પણ સયું. હે ગદ્ર! તું સમજું છે પણ મારે તને કહેવું પડે છે કે સર્વ સિદ્ધિઓ ધર્મથી સિદ્ધ થાય છે. અધર્મ કરવાથી નથી થતી.
મેઘ વરસવાથી નદીઓને પ્રાદુર્ભાવ થાય છે. ગ્રીષ્મના તાપથી -તેઓ સૂકાઈ જાય છે.
જે એક પ્રાણીના ઘાતથી સિદ્ધિ મળતી હોય તે તે ઘણા પ્રાણીઓના વધ કરનાર મનુષ્યને સર્વ સિદ્ધિઓ કેમ સિદ્ધ થતી નથી?
વળી સ્ત્રીને વધ કરવાથી દેવી પ્રસન્ન થાય છે, તે વાત કઈ વખત જોવામાં આવી નથી, તેમજ સાંભળવામાં પણ આવી નથી.
માત્ર ફૂટ કાર્યમાં કુશલ એવી તે દેવીએ તને છેતર્યો છે. કિવા દેવીએ તેને સત્ય કહ્યું હશે છતાં પણ આ બીચારી સ્ત્રીને છોડી દઈ મારા મસ્તકને હેમ કરી, તે આર્ય! તું પિતાનું કાર્ય સિદ્ધિ કર.