________________
પર
કુમારપાળ ચરિત્ર સપુરુષને જે કંઈ દ્રવ્ય આપવામાં આવે છે. તે તરત જ અલૌકિક ફલ આપનાર થાય છે, કારણ કે ગાયને ઘાસનું પુળીયું નીરવામાં આવે છે, તે તે પણ અમૃતમય દુધ આપ્યા વિના રહેતું નથી.
વળી કઈક વખત મંત્રાદિકના મહિમાથી વિજળી પણ સ્થિર થાય છે. પરંતુ તેનાથી પણ આ રાજ્યલક્ષમી તે અતિશય ચંચલ છે.
તે રાજ્યશ્રી ગુણેથી પણ રાજી થતી નથી અને બંધનથી બાંધેલી પણ રહી શકતી નથી.
તે તે પય સ્ત્રીની માફક રાજ્યલક્ષમી ઉપર મિથ્યા મમત્વશા માટે કરવું જોઈએ?
કેટલાક પુરુષો પરોપકારની ખાતર પિતાના પ્રાણ પણ અર્પણ કરે છે, છતાં હું આ લક્ષમી માત્ર જે ન આપે તે મારી શી ગતિ થાય? રાજ્યશ્રીનું પાલન કરવું, એ રાજાને મુખ્ય ધર્મ છે, પરંતુ તેનું મુખ્ય કારણ સુકૃત કહેલું છે, તો તે પરોપકારક સુકૃત મેળવીશ. તેમાં મારું એગ્ય આચારણ શું છે? તે તું બતાવ.
એ પ્રમાણે મંત્રીને સમજાવી અભયંકર રાજાએ ઘનવાહનને પિતાની રાજ્ય ગાદીએ બેસાડયો.
અહે પુરુષોની ઉદારતા નિરવધિ હોય છે.” જેઓ પોપકાર માટે રાજ્યને તૃણ સમાન ગણે છે અને
પ્રાણને કાંકરા સમાન ગણે છે, તેવા ધીર પુરૂષ કોને રસ્તુત્ય ન હોય?
તેવા પવિત્ર ચરિત્રવડે અભયંકર રાજા કયા સપુરુષના મનમાં આશ્ચર્ય ન પ્રગટ કરે?
ચતુરંગ સેનાવડે બલિષ્ઠ એવા અદ્દભુત રાજને પામી ઘનવાહનરાજા નામ અને અર્થ એમ બંને પ્રકારે સત્ય થયે.
પછી તે ઘન વાહન રાજા હંમેશાં અભયંકરની સેવામાં હાજર રહે અને તે અભયંકર રાજા પિતાના સ્થાનમાં મુનિની માફક નિશ્ચિત હેતે હતા,