________________
નવાહનરાજા
૫૧
રાજન ! આવી ઉદારતા આપની પાસે જ જોવામાં આવે છે, કારણ કે પિતૃ પરંપરાથી પ્રાપ્ત થયેલું રાજ્ય તૃણની માફક એને આપવાને તમે તૈયાર થયા છે,
વળી રાજ્ય એજ રાજાઓની સંપત્તિ ગણાય છે. રાજ્ય વિના તેઓ નિધન ગણાય છે.
સરેવરને ત્યાગ કરવાથી કમળવન શેલે ખરું?
જ્યાં સુધી લક્ષ્મીને ભંગ ન થાય, ત્યાં સુધી રાજા પણ પૂજાય છે.
તેમજ પક્ષીઓ સુકાઈ ગયેલા વૃક્ષને જેમ ત્યજે છે, તેમ વજન વર્ગ નિર્ધન રાજાને ત્યજે છે.
કેવળ મનુષ્યને જ લક્ષ્મી પ્રિય હોય છે, તેમ નથી દેહને પણ તે બહુ પ્રિય હોય છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે સૂર્યાદિક ગ્રહે હંમેશાં સુવર્ણગિરિ-મેરૂની આસપાસ ભમે છે.
જીવતા–ગિઓને જીવાડનારા આ દુનિયામાં ઘણું હાય હાય છે. પણ મૃતપ્રાય—મરેલાઓને જીવાડનાર તે ત્રણે લેકમાં એક લક્ષ્મી જ જોવામાં આવે છે,
અર્થાત્ લમીને પ્રભાવ અલૌકિક છે, માટે એને દેશ વિગેરે કંઈક આપીને ખુશી કરો. પ્રાણથી પણ અઘિક એવા રાજ્યને તમે ગુમાવશે નહીં.
આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી અભયંકર રાજ બેલ્યો.
મંત્રિન ! તારું કહેવું સત્ય છે, પરંતુ મારા બળને લીધે આ પુરુષ રાજ્યથી ભ્રષ્ટ થયે છે.
આ રાજા બહુ દુઃખી થયે છે. એને જે હું રાજ્ય ન આપું તે લજજાને લીધે મારે એને કેવી રીતે મુખ દેખાડવું ?
વળી પાત્રને આપેલી સંપત્તિ વિકસ્વર થઈ પુનઃ પ્રાપ્ત થાય છે.
સજજન એવા વણિક લેકેએ આપેલું દ્રવ્ય વૃદ્ધિ પામીને શું ફરીથી પ્રાપ્ત થતું નથી ?